________________
લેખ સંગ્રહ
| [ ૧૧૫ ] ૬ રૂડા ભાવ સહિત કરેલી દાનાદિક ધર્મકરણ જ છેને પરભવ જતાં સંબળ(ભાતા)રૂપ મદદગાર થઈ શકે છે. તે વગર બહુધા દીન-દુઃખીપણે અન્ય ઉપર આધાર રાખી અવતાર પૂરો કરવો પડે છે.
૭ શીલસંતોષાદિકવડે જેનું મન શુદ્ધ છે તેને જ ખરો પવિત્ર સમજે.
૮ જેના હૃદયમાં વિવેકરૂપ રત્ન દીપક પ્રગટ્યા હોય તેને જ ખરે પંડિત સમજે.
૯ નિ:સ્વાર્થ પણે ભવસમુદ્રને પાર પમાડવા પ્રયત્ન કરનારા સદગુરુની અવગણના કરવી એ જ ખરું હળાહળ ઝેર સમજે.
૧૦ સ્વપર હિત સાધી લેવા સાવધાન રહેવાય તે તરત જ લેખે આવશે એમ સમજે.
૧૧ ગુણદોષની પરીક્ષા વગર અસ્થાને કરેલ નેહરાગ દુઃખદાયી છે.
૧૨ જ્ઞાનાદિક આત્માની સંપત્તિને લૂંટી લેનાર વિષયકષાયાદિક જ ખરેખરા ચાર હોવાથી તેમનાથી સાવધાન રહેવાની જરૂર છે.
૧૩ વિષયાદિક તૃષ્ણ જ જન્મમરણાદિક દુઃખમાં વધારે કરનાર છે.
૧૪ આળસ–પ્રમાદ-સ્વછંદતા જ જીવનો કટ્ટામાં કટ્ટો દુશ્મન છે, નિજ ભાન ભૂલી જઈ સ્વકર્તવ્યભ્રષ્ટ થવાય એવા માદક પદાર્થ જેવા કે દારૂ, ગાજે, ભાંગ, ધતુર વિગેરેનું સેવન