________________
લેખ સંગ્રહ
[ ૧૨૩ ]
અંતર્મુખ થઈને રહે, પરંતુ પવિત્ર શાસનના હિતની ખાતર કંઇપણ કથન કરવાના પ્રસંગ મળે ત્યારે પણ પેાતાની ચેાગ્યતાના ખ્યાલ રાખી, શાસનની શૈાભા વધે-ઉન્નતિ થાય એવાં જ વચન ઉચ્ચરે, પણ જેથી રાગદ્વેષજન્ય કષાયથી સ્વપરના અહિતમાં જ અભિવૃદ્ધિ થાય એવાં વિવેક વગરનાં શાસ્ત્રવિરુદ્ધ વચન પ્રાણાંતે પણ ન જ ઉચ્ચરે, ઇતિશમ્
( જૈ. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૧૩૬)
ઉપદેશ રત્નકાશ.
૧ જીવદયા( જયણા )ને ધર્મની જનેતા લેખી સદા ય પાળવી. ૨ ચપળ ઘેાડા જેવી પાંચ ઇન્દ્રિયાનું નિર ંતર દમન કરતા રહેવું. ૩ પરને પ્રિય અને હિતરૂપ થાય એવું જ સત્ય સદા ય બેલવું. ૪ સુશીલ-સદાચારી-સદ્ગુણી થવા સદા ય પ્રયત્ન કરવા. ૫ સુશીલ જનાની સંગતી–સાબત સદા ય કરવી.
૬ ગુરુમહારાજના આજ્ઞા-વચન બહુમાનથી આદરવાં. ૭ નીચી નજર રાખી, જયણાથી, ચપળતા તજી, માનસર ચાલવું. ૮ સ્વચ્છ અને સાદા ડ્રેસ ( પેાશાક ) પેાતાની ચેાગ્યતા પ્રમાણે પહેરવા.
૯ સદા ય સરલ ષ્ટિ રાખી સહુ સાથે હળીમળીને રહેવું. ૧૦ થાડુ', જરૂર જેટલું, ગર્ભ રહિત, માનસર, ડહાપણભર્યું, વિચારીને જ પ્રિય પથ્ય અને તથ્ય એવું વિવેકવાળુ વચન મેલવું. ૧૧ આગળ પરિણામના વિચાર કરી ( દીર્ઘદૃષ્ટિથી ) કામ કરવું.