________________
[ ૧૫૦ ]
શ્રી કપૂરવિજયજી
( દાન-વિવેક ) સાથે દ્રવ્યપ્રાપ્તિ એ બધાં ભાગ્યયેાગે જ પ્રાપ્ત થઇ શકે છે.
૧૬ સર્વ આભૂષણેા કરતાં શીલ આભૂષણ શ્રેષ્ઠ-સર્વોત્તમ છે. ૧૭ જોતજોતામાં આયુષ ખૂટી જાય છે, તેટલામાં ચેતી લઈને જો સુકૃત કરણી કરી લેવાય તે જ લેખે છે. અન્યથા અલેખે જાણવી.
૧૮ સ કેાઈ સુખની ચાહના કરે છે, પણ ધર્મસાધન વગર સુખપ્રાપ્તિ થતી નથી. પ્રમાદ તન્મ્યા વગર ધર્મ સાધન થઇ શકતું નથી.
૧૯ અહિંસા-સ્વપર દ્રવ્યભાવપ્રાણની ડહાપણભરી રક્ષા, સંયમ, ઇન્દ્રિયદમન, કષાયત્યાગ, સવ્રત પાલન અને આત્મનિગ્રડુ તથા બાહ્ય અભ્યંતર વિવિધ તપનું સેવન કરવું તે ધર્મનું લક્ષણ છે.
૨૦ શુદ્ધ સ્ફટિક રત્ન સમાન આત્માનું સહજ સ્વાભા વિક સુખ પ્રાપ્ત કરવું એ પરમ ધર્મ ( સાધ્ય ) છે.
[ રે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૨૪૩. ]
સહૃદય સજ્જનાને શાસનહિત માટે કઇક કથન,
ઉત્તમ સાધુ-સાધ્વી તથા શ્રાવક-શ્રાવિકાને શાસનરથના ધારી જેવા કહ્યા છે. સશક્ત-મળવાન અને આળસ વગરના ધારી એ શાસનરથને કુશળતાથી વહી શકે છે અને અનેક જિજ્ઞાસુ તથા માર્ગાનુસારી ભવ્યાત્માઓને એ શાસનરથમાં