________________
લેખ સંગ્રહ
[૧૫૧ ] આશ્રય આપી ભવાટવીની પાર પહોંચાડી શકે છે એ નિર્વિવાદ સત્ય છે. સ્વપરના અભ્યદય અર્થે કલ્યાણાથી સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકાએ પ્રથમ પોતે જ ઉત્તમ પ્રકારના વિચાર, વાણું અને આચારવડે, તત્વાર્થ શ્રદ્ધાના લક્ષણ સમકિતરનવડે, સ્વ સ્વ ઉચિત અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ પ્રમુખ ઉત્તમ પ્રકારના વ્રત-નિયમોના પાલનવડે, તથા દુર્ગતિદાયી કેધ, માન, માયા અને લેભ અથવા રાગદ્વેષાદિક કષાયોને નિર્મૂળ કરવા ઉત્તમ લક્ષવડે પિતાના આત્માને સશક્ત અને અપ્રમત્ત બનાવી લેવાની જરૂર છે. જે પોતાનામાં જ શિથિલતા અને આળસ વ્યાપી રહ્યાં હોય તો તેથી પ્રથમ પિતાનું જ બગડે છે. એવા શિથિલ અને પ્રમાદી જીવથી અન્યનું હિત શી રીતે થઈ શકે? જે પોતે જ દુ:ખી–દરિદ્રી હોય તે અન્ય જનને કયાંથી સંતેષી (સુખી) કરી શકે ? ગળીયા બળદ રથને વહી પાર પહોંચાડી શકે ? જેમ તે રથને માર્ગમાં જ– અધવચ રાખે છે તેમ સુખશીલ ( શિથિલાચારી) અને આળસુ નિયામક આશ્રી જાણવું. શાસનરથને કશી ઈજા ન આવે અને તેને આશ્રય લેવા ઈચ્છતા ઈતર ભવ્યજનને આનંદ ઉપજે તેવી કુનેહથી શાસનરથ ચલાવવો જોઈએ. અઢાર હજાર શીલાંગ રથના ઘેરી લેખાતા એવા સાધુજનેની ઉત્તમ ફરેજોની જે તેઓ ઉપેક્ષા કરી, શિથિલતાધારી, ગળીયા બળદ જેવા થઈ બેસે તે પછી તેમના ઉપર વિશ્વાસ રાખીને શાસનરથમાં બેસવા ઈચ્છનારાના અને બેઠેલાઓના શા હાલ થાય ? ઉત્તમ શીલાંગરથને વહેવાને જેમણે પ્રતિજ્ઞા જગજાહેર રીતે કરી હોય તેમણે પિતાની પચે ઇન્દ્રિયોને કેટલી બધી કબજે રાખવી જોઈએ ? નિર્મળ શીલ(બ્રહ્મચર્ય )નું સેવન કરવા કેટલું બધું