________________
લેખ સંગ્રહ
[ ૨૬૫ ] આપનારી દયા-જયનું જ છે” “સર્વે જીવોને સ્વઆત્મા સમાન સમભાવે જેનાર એ શાનત દાન્ત આત્મા પાપકર્મ બાંધતે નથી-પાપથી લેપાતા નથી.
ઉપરોક્ત અનેક પ્રમાણવા અનેક શાસ્ત્રમાં આપેલાં નજરે પડે છે.
શાતા–ત્યારે તો કોઈને દુઃખ નહિ પણ સુખ આપવા સાવધાનપણે વર્તવાથી જ આપણે દુઃખ માત્રને ટાળી સુખ પામી શકીએ શું? એમ જ હોય તો આપણે હલનચલનાદિક પણ શી રીતે કરવી ?
કાન્તા–હલનચલન, ખાનપાન, ભાષણ, શયનાદિક દરેક ક્રિયા કરતાં કોઈ જીવને નાહક નુકશાન ન પહોંચે તેમ સાવધાનતાથી વર્તવું જોઈએ. નહિ તે જરૂર પાપકર્મ લાગે જ અને તેના કડવાં ફળ અવશ્ય જોગવવાં પડે જ, તેથી જ આપણું કતિપત સ્વાર્થની ખાતર સુખશીલતાથી કઈ જીવને દુ:ખ યા પ્રતિકૂળતા ઉપજે એવું ન જ કરવું ઘટે, કેમકે એવું દુઃખ યા પ્રતિકૂળતા આપણને કોઈ ઉપજાવે તે ચતું નથી, તે બીજાને કેમ જ રુચે ? સુખ કે સાનુકૂળતા જેમ આપણને ગમે છે તેમ બીજાને પણ ગમે જ, એમ સમજી સહુને સુખ-શાન્તિ ઉપજાવવા સાવધાન રહેવું ઘટે. અન્ય જીવોને સુખ-શાતિમાં સ્વાર્થવશ અંતરાય કરવાથી તેવું જ માઠું અંતરાય કર્મ બંધાય છે અને તેનું માઠું ફળ ભેગવવું પડે છે, એમ જ્ઞાની અનુભવી જને કહે છે,
ઈતિશમ. [ રૈ. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૨૬ ]