________________
[ ૧૮૪ ]
શ્રી કપૂરવિજયજી
સાથે સાથે ખરા દિલસેાજ શ્રોતાજનાને પણ જણાવશું કે તેમણે પણ સદુપદેશક સાધુજનેને હિતેાપદેશ હૈયે ધરી તેની સફળતા કરવા પાછી પાની કરવી નહીં. પેાતાની ભૂલ વગરવિલંબે સુધારી પેાતાના સ્વધી ભાઇબહેને ને પણ ભાર દઈને તેવી જ ભલામણ કરવી, જેથી ધારેલું કાર્ય સરલતાથી ( નિર્વિઘ્ન ) થઇ શકે. તરતમાં કેવા કેવા પ્રકારના સુધારા સમાજમાં દાખલ કરવાની જરૂર છે તેનું વિગતવાર લીસ્ટ અનુભવી મહાશયે સમાજનું હિત હૈયે ધરી જણાવશે એમ ઈચ્છશું; પરંતુ હાલ તેા એક દિશા માત્ર જે જે વાતની સ્કુ રણા થઇ છે તે અત્રે નિવેદન કરું છું.
સઘ-સમાજનું હિત હૈયે ધરનાર, જૈન શાસનમાં રુચિવાળા દરેક સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાએ તન, મન, વચનથી કાળમુખા સપને કાપવા અને સુસંપ સ્થાપવા, વ્યવહારિક, નૈતિક, આર્થિક અને ધાર્મિક કેળવણીને જેમ બને તેમ અધિક પ્રચાર કરવા, તેને વ્યવહાર ઉપયાગી બનાવવી. સ્ત્રીકેળવણી તરફ અધિક લક્ષ્ય આપવા, એટલે એક માતા અને સતી સાધ્વી સુધીની પેાતાની ફરજ બરાબર સમજી તેને યથાવસર યથાયેાગ્ય અમલ કરે એવી કેળવણી ક્રમસર આપવી. દરેક વિદ્યાર્થીનું ચારિત્ર ( વન ) ઊંચા પ્રકારનું ઘડાય એવી ઉદાર હૃષ્ટિથી ગેાઠવણ કરવી. દરેકમાં મૈત્રી, મુદિતા, કરુણા અને માધ્યસ્થ્ય ભાવના ખીલી નીકળે, દરેક સ્વકર્તવ્ય યથા સમજી પૂર્ણ શ્રદ્ધાથી સ્વકર્તવ્ય કરે તેવું વીય પ્રત્યેક ભાઈબહેનમાં પ્રેરવા, મુગ્ધ-અજ્ઞાન ભાઇબહેનેામાં જે જે શંકા,