________________
લેખ સંગ્રહ
[ ૧૮૩ ]
આપી શ્રોતા ઉપર સારી છાપ પાડી શકે એવી ઉત્તમ સાધ્વીએ જો આ વાત બરાબર લક્ષ ઉપર લઇ, કમર કસી આ દિશામાં બનતા પ્રયત્ન કરે, સામાયિક, પ્રતિક્રમણાદિક પ્રસંગે એકઠી થતી અનેક શ્રાવિકાઓને તેમના ખરા ક બ્યનું ભાન કરાવે અને તેમનાથી થતી અનેક પ્રકારની ભૂલે સુધારી લેવાની વારવાર શિખામણ આપી તે પ્રમાણે વર્તવાથી થતા અનેક ફાયદાએ શાન્તિથી સમજાવે, નકામીવાતા કે કુથલીએ કરવાનું કે તેમાં ભળવાનું તજી, કેવળ હિતની જ વાતેા કરી તેમનું વર્તન સુધારવા જોઇએ તેટલેા પ્રયાસ નિ:સ્વાર્થ પણે આદરે તે તેની અસર ઘણી જલદી થાય અને ધારેલું ફળ ધાર્યા કરતાં વહેલું અને સારું મળી શકે.
ઘણે ભાગે અત્યારે પ્રવર્તતી સાધ્વીઓમાં આવી શાસનસેવા કે સમાજહિત ( સંઘસેવા ) કરવાની લાગણી બહુ ઓછી લાગે છે. અરે ! ઉપદેશક સાધુવર્ગમાં પણ આવી લાગણી ભાગ્યેજ જણાય છે, તે પછી સાધ્વીએનું તે કહેવું જ શું ? પરંતુ એ સ્થિતિ કહેા કે આવી ઉપેક્ષાદ્ધિ ઉપદેશક સાધુસાધ્વીએએ અવશ્ય સુધારવાની જરૂર છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના ઠીક વિચાર કરી યથાયેાગ્ય ઉપદેશ દેવાની પેાતાની ફરજ જરૂર સમજવી જોઇએ. તે વગર દીધેલે ઉપદેશ શા કામને ? ઉત્તમ ધન્વંતરી વૈદ્યની પેઠે સમાજના રાગ ખરાખર કળી, કેવળ નિ:સ્વાર્થ પણે તેના યેાગ્ય ઉપચાર કરવા તનમનથી પ્રયત્ન કરવામાં આવે તા તેથી ઇષ્ટ લાભ થયા વગર કેમ જ રહે ? એથી જ સમાજનું એકાન્ત હિત કરવા ઇચ્છનારા સમ સદુપદેશકાને ઉપરાકત દિશામાં સદુપદેશના પ્રવાહ વહેવડાવવા નમ્રવિનંતિ કરવામાં આવે છે, જે તેએ સાર્થક કરશે એમ ઇચ્છશું.