________________
લેખ સંગ્રહ
[ ૨૩ ] સાર સુખદાયક સુભાષિત વચને “ઉત્તમ પુરુષની ઉત્તમ પ્રસાદીની કોણ અવગણના કરે ?” ૧ સુજ્ઞ શુભાશય ! તારા ભલા માટે નિરંતર લક્ષપૂર્વક તારે
શિષ્ટ પુરુષસેવિત સન્માર્ગનું સેવન આળસ રહિત કરવું. ૨ શિષ્ટ પુરુષવડે કવોડાયેલા પાપકર્મોન સદા ય પરિહાર
કરે. ૩ વીતરાગ સર્વ ભાલાં તત્ત્વ વિષે બરાબર શ્રદ્ધા રાખવી. ૪ અન્ય કપોલકપિત મિથ્યા વચનો ઉપર વિશ્વાસ ન રાખવો. ૫ સારાં આલંબન મેળવી નમ્રતાપૂર્વક સત્ય જ્ઞાન સંપાદન
કરવું.
૬ ધર્મને દીપાવનાર સદાચારનું પ્રીતિ ધરી સદા ય સેવન
કરવું. ૭ આડે માર્ગે દોરી જનારી ઈન્દ્રિયનું સારી રીતે દમન
કરવું. ૮ મોહ પમાડનારી સ્ત્રીઓને સંગ-પ્રસંગ જેમ બને તેમ
ઓછો કરવો. ૯ પરિણામે દુઃખદાયી એવાં વિષયસુખની લાલસા જેમ બને
તેમ ઘટાડવી. ૧૦ પરમ ઉપકારી જિનેશ્વરદેવની સદા ય સેવાભક્તિ આદરથી
કરવી.