________________
[ ૨૪ ]
શ્રી કપૂરવિજયજી ૧૧ સન્માર્ગદર્શક ગુરુજનોની પણ તેવી જ રીતે સેવાભક્તિ
કરવી. કર્મબળને બાળી નાંખનારી તપસ્યાનું પણ શક્તિ મુજબ
સમતાથી સેવન કરવું. ૧૩ સ્વપરને હિતરૂપ થાય એવું જ વચન બોલવું, અન્યથા
મૌન રહેવું. ૧૪ ધોળે દહાડે ધાડ પાડનારા રાગદ્વેષનો જેમ બને તેમ સમતા
વડે જય કરે. ૧૫ કેધ, માન, માયા અને લોભને દુઃખદાયક સમજી ક્ષમા,
નમ્રતા, સરલતા અને સંતોષનું સેવન કરી તે વડે
તેમને જીતી લેવા. ૧૬ અહિંસા અથવા દયાને શાસ્ત્રનીતિથી સારી રીતે સમજીને
સેવવી. સહુ કોઈ જીવોને નિજ સમાન લેખી કોઈ સાથે
પ્રતિકૂલતા રાખવી નહિ. ૧૭ ગમે તેવા સંજોગોમાં પણ સત્ય વ્રતને લાંછન લગાડવું નહિ. ૧૮ ગમે તેવી પરાઈ વસ્તુ અનીતિથી લઈ લેવા કદાપિ પણ
ઈચ્છવું નહિ. આમાની ઉન્નતિ કરવાને અકસીર ઉપાય મન, વચન અને
કાયાની પવિત્રતા સાચવી રાખી બ્રહ્મચર્ય પાળવું એ છે. ૨૦ પરિગ્રહ સંબંધી મૂચ્છ–મમતા જેમ બને તેમ પરિહરવા
કમી કરવી યુક્ત છે.