________________
[ ૨૦૬ ]
શ્રી કપૂરવિજયજી નારાઓએ સાવૃત્તિ અવશ્ય સેવવી અને તેને સર્વત્ર અધિકાધિક પ્રચાર થાય તે શુભ પ્રયત્ન કરો.
૧૨ સ્વાભાવિક ક્ષમા-સમતાને કસોટી થતાં ટકાવી રાખવાથી સહેજે સદવૃત્તિને પોષણ (ઉત્તેજન) મળતું જાય છે, ક્ષમા વડે કોધ-કષાયને પરાજય કરનારને અંતરમાં અનહદ આનંદ પ્રગટે છે, શાંતિ ફેલાય છે.
૧૩ ક્ષમાના ભંડાર એવા ખરા જ્ઞાની ગુરુની તેમજ પરમ ક્ષમાવંત સર્વજ્ઞ પરમાત્માની સાચા દિલથી બહુમાન અને શ્રદ્ધા સહિત સેવા-ભક્તિ કરવી. તેમના ઉત્તમ ગુણોને યાદ કરી, તેમણે બતાવેલા હિતમાર્ગે ચાલવું. આપણા ઉપકારી માતાપિતા, તથા વિદ્યાદાતા, સ્વામી પ્રમુખ વડીલ જનને સત્કાર કરે અને તેમની આજ્ઞા માનવી.
૧૪ બેટા કેળ–દેખાવ (ઢોંગ) વાળી બગભક્તિ ધિક્કારવા લાયક જ છે. જે આપણા અંતરમાં ન હોય તેનો કૃત્રિમ દેખાવ કરવો તે દંભ કહેવાય દંભને અને ધર્મને બનતું જ નથી. જ્યાં દંભ હોય ત્યાંથી સત્ય ધર્મ દૂર જ રહે છે અને જ્યાં સત્ય ધર્મ હોય ત્યાં દંભ હાઈ ( ટકી શકતો નથી. તેમાં પણ ધર્મના બહાને તો ખાસ તજવા યોગ્ય જ કહ્યો છે. - ૧૫ શુદ્ધ દેવ, ગુરુ પ્રમુખ ગુણીજને પ્રત્યે શુદ્ધ અંત:કરણની ભક્તિ પ્રગટે તે કલાવેલીની જેવાં અથવા એથી અધિક મીઠાં અમૃત ફળ અચૂક મળે. ઈતિશમ .
[ જે. ધ. પ્ર. પુ. ૩૬, પૃ. ૩૩૩.]