________________
લેખ સંગ્રહ
[ ૨૦૭ ] સાર શિક્ષાવચન. ૧ ઈર્ષા–અદેખાઈ તજે અને શુભ સંપર્ધા ગુણને આદર. ર સદા આનંદી–પ્રસન્ન રહે. સંતેષાદિક ગુણને સેવો.
૩ સરલતા અને નમ્રતા રાખે, પણ કોઈની ખોટી ખુશામત ન કરો.
૪ સ્વાશ્રયી બનો-કેવળ અન્ય ઉપર આધાર રાખી બેસી ન રહો.
૫ આત્મબળ અજમાવવાથી જ ઊંચી પાયરીએ ચઢાય છે. ૬ સ્વશક્તિ-બળ ફેરવ્યા વગર ઊંચું પદ પામી શકાતું નથી.
૭ બાળ–અજ્ઞાનવયમાં વરકન્યાના લગ્ન કરવાં કેવળ અગ્ય છે.
૮ સમજભરી ઑઢવયના થાય ત્યારે જ તેમનાં લગ્ન કરવા તે લેખાય.
૯ તુ પ્રાપ્ત થયા પહેલાં સ્ત્રીને પતિ સાથે યોગ ધમ્ય લેખાય નહિ.
૧૦ સગુણ સતી સ્ત્રી, પ્રેમાળ સગુણ માતા સર્વત્ર પૂજાય છે, મનાય છે, સગુણનો પ્રચાર કરે છે અને સુખશાન્તિ વષવે છે. શાણી, સુશીલ, સંતોષી અને પ્રમાણિક બહેનનું કલ્યાણ સહજ છે.
૧૧ ઉત્તમ બહેનેનું અલૌકિક વર્તન અભુત અસર તથા આકર્ષણ કરે જ છે.