________________
[ ૨૦૮ ]
* શ્રી કરવિજયજી ૧૨ જેમાં અંગત સ્વાર્થને ત્યાગ હેય તે નિઃસ્વાર્થ પ્રેમ જ અદ્દભુત વશીકરણ રૂપ છે. આ પ્રેમ પ્રગટે તે શું બાકી રહે ?
૧૩ વિશુદ્ધ પ્રેમમાં ભેદભાવ ટળી જઈ સમભાવ પ્રગટે છે.
૧૪ “હું” અને “મારું” વિસારી દેવાથી ચિત્તવિશુદ્ધિ થવા પામે છે.
૧૫ પૂર્વ જન્મની સારી નરસી વાસના (કમ સંસ્કાર)વડે રાગ-દ્વેષ-મમતાદિ પ્રગટે છે અને તેથી પુનર્જન્મ કરે પડે છે. સર્વથા વાસનાના શયથી મોક્ષ થાય છે. અક્ષય સુખરૂપ મેક્ષ પ્રાપ્ત કરે એ જ આપણું પરમ કર્તવ્ય છે. યથાર્થ આત્મજ્ઞાન, આત્મદર્શન ( શ્રદ્ધા-પ્રતીતિ) અને આત્મરક્ષણવડે જ અંતે અનંત અવ્યાબાધ સુખરૂપ મોક્ષ પ્રાપ્ત થાય છે.
૧૬ ઉક્ત ત્રણ અત્યંત ઉપયોગી હોવાથી શાસ્ત્રકાર તેને ઉત્તમ રત્નરૂપ લેખે છે. દઢ અભ્યાસ ખંતપૂર્વક કરવાથી બાધક કર્મ ખસીને સર્વથા દૂર થઈ જતાં અનંત વય–શક્તિ પ્રગટ થાય છે. ત્યારપછી સકળ કર્મના ક્ષયરૂપ અથવા અક્ષય, અનંત, અવ્યાબાધ સુખરૂપ મોક્ષ પ્રાપ્ત થવે આત્માને સર્વથા સુલભ છે.
૧૭ જન્મ, જરા, મરણને સર્વથા અંત અને અજરામર પદની પ્રાપ્તિ થવી તેમજ નિર્મળ સફટિક રત્નસમાન સ્વસ્વરૂપને સંપૂર્ણ સાક્ષાત્કાર થયો તેનું જ નામ સાચો-પારમાર્થિક-મેક્ષ.
૧૮ અક્ષય સુખરૂપ મેક્ષને ઉપરોક્ત ખરે માર્ગ તજી,