________________
લેખ સંગ્ર
[ ૨૦૯ ] સ્વેચ્છાચાર-સ્વચ્છંદ આચરવડે જ જીવ અનાદિ વાસનાને પાષી, અનંત જન્મમરણનાંદુ:ખ જાતે જ પેદા કરે છે, કહા કે માગી લે છે. પ્રબળ પુરુષાર્થ વડે સ્વેચ્છાચાર તજી, પવિત્ર રત્નત્રયીને સાદર સ્વીકાર કરી, તેનું યથાવિધિ આરાધન ( સેવન ) કરી, સકળ વાસનાનેા ક્ષય કર્યા વગર ઉક્ત અનંત દુ:ખરાશિમાંથી શી રીતે મુક્ત થઇ શકાય ?
૧૯ દુ:ખ-દુર્ગતિના ઊંડા ગર્ત-ખાડામાં પડતાં જે હસ્તાવલંબન-ટેકે આપી આપણું રક્ષણ કરી શકે અને સુખ-સતિ સાથે જોડી આપે એ જ વાસ્તવિક રીતે ધર્મ ( અહિંસા-દયા, સત્ય, અચાર્ય, બ્રહ્મચર્ય, અને અપરિગ્રહ-અસંગતારૂપ ) છે તે સુખના અીનાએ ઉલટથી આદરવા યોગ્ય છે.
૨૮ અહિંસા, સંયમ અને તપલક્ષણ ધર્મમાં જેમનુ ચિત્ત સદા ય રમ્યા કરે છે તેમને ઇન્દ્રાદિક દેવા પણ વંદનનમસ્કાર કરે છે.
૨૧ સ્વકર્તવ્યનું ભાન ભૂલાય એવા પ્રકારના માદક પદાર્થનું સેવન કરવું–ઇન્દ્રિયાના વિષયામાં આસક્ત થઇ જવું, ક્રોધાદિ કષાયાને વશ થવુ, નિદ્રા-આળસ વધારવાં, નકામી વાતા-કુથલીમાં કાળ ગુમાવવા અને મિથ્યાત્વ-વિપરીત શ્રદ્ધા અથવા આચરણ તથા અજ્ઞાન કે અજ્ઞાનીની સંગતિવશાત્ થેચ્છ વિચાર, વાણી અને ક્રિયાવડે સ્વપરના દ્રવ્ય ભાવ પ્રાણના વિનાશ કરવારૂપ હિંસા મુગ્ધને વારંવાર કર્યા કરે છે, તેનાથી બચવુ તેનુ નામ ખરી અહિંસા છે.
૧૪