________________
[ ૨૧૦ ]
શ્રી કરવિજયજી ૨૨ જાતને તથા ઇન્દ્રિયોને કબજે રાખી, તપ સંયમનું સારી રીતે સેવન કરી શકાય તે જ અહિંસાદિક મહાવ્રતોનું યથાર્થ પાલન થઈ શકે છે.
૨૩ મન જીત્યું તેણે સઘળું જીત્યું. નિર્મળ ધાનના અભ્યાસથી જ તે છતાય છે.
૨૪ સંયમ-આત્મનિગ્રહ કરનાર અને સ્વાર્થ ત્યાગ કરનાર દુઃખ માત્રને અંત કરી શકે છે, અને પરમ શાન્તિ મેળવી શકે છે.
[ જે. ધ. પ્ર. પુ. ૩૬, પૃ. ૩૩૩.]
શાણું બહેનોને શિખામણના બે બેલ, “હાલી બહેન ! તમે આળસ, વિકથાદિક પ્રમાદ તજી જ્ઞાનરુચિ વધારશે તો તેથી તમારી જાતને લાભ થવા ઉપરાંત તમે તમારા આખા કુટુંબને પણ અમૂલ્ય લાભ સહેજે આપી શકશે. તમારી સંતતિને સુધારી લેવાને એ જ ખરો ઉપાય છે. તેને માટે નીચે પ્રમાણેના શિખામણના બે એલ ધ્યાનમાં લેશે.
૧ ડાહ્યા અનુભવી પુરુષે કહે છે કે “શાણું માતા સે શિક્ષકની ગરજ સારે છે” એ વાતને તમારે જાતે સિદ્ધ કરી બતાવવી જોઈએ. જો તમે ખરી કેળવણી પામશો તો તેના મીઠાં-મધુરાં ફળ સહેજે મેળવી શકશે; પણ જે તમે પિતે જ ખરી કેળવણી પામવા પ્રયત્ન નહિં કરશે તો તમારી સંતતિ પણ તમારા જેવી અજ્ઞાન રહેશે.