________________
[ ૩૨૦ ]
શ્રી કષ્પરવિજ્યજી બધી કાયરતા તજીને તેવી રીતે ચાલવા આ જ ક્ષણથી પ્રયત્ન કરો. પછી જુઓ ! તમારી ભાગ્યદશા કેવી લાગે છે ? તેમ કરતાં ફળ માટે અધીરા થશે નહિ. અનેક મુશીબતે વચ્ચે જે તમારા નિશ્ચિત માર્ગમાં અડગ ઊભા રહેશે–લગારે ડરશે નહિ, તે જરૂર તમે તમારી નેમમાં ફતેહ પામશે.
૧૪ માર્ગનુસારપણાના ૩૫ ગુણ-જેવા કે ન્યાયપાર્જિત દ્રવ્ય, સજજનસેવા, ઈન્દ્રિય અને રાગદ્વેષાદિ કષાયનિગ્રહ પ્રમુખ-તમે જાણો છો ? નહિ તે ધર્મબિન્દુ પ્રમુખ ગ્રન્થોથી ગુરુગમ મેળવીને તે સારી રીતે જાણે-શીખે અને તે પ્રમાણે જ વર્તવા આજથી જ નિશ્ચય કરે.
૧૫ આ પવિત્ર ધર્મરત્વ પામવા માટે યોગ્યતા મેળવવા સારુ જરૂર જોઈતા ઉત્તમ એકવીશ ગુણે જેવા કે ગંભીરતા, દયા, લજજા, ભવભીસ્તા, સુદાક્ષિણ્યતા, નિષ્પક્ષપાતતા, ગુણરાગીપણું, દીર્ધદષ્ટિ પણું, વૃદ્ધસેવા, વિનય, કૃતજ્ઞતા, પરોપકારબુદ્ધિ તેમજ કાર્યદક્ષતા વિગેરે તમે જાણે છે ? નહિ તે ધર્મરત્ન પ્રકરણ પ્રમુખ ગ્રંથકી ગુરુગમ મેળવી તમે તે સારી રીતે જાણો અને તમારા ભાવી કલ્યાણને માટે જેમ બને તેમ તેને જલદી આદર. એથી તમે અવશ્ય શ્રેષ્ઠ ધર્મના અધિકારી થઈ શકશે અને અનુક્રમે શુદ્ધ દેવગુરુનું આલંબન ગ્રહી, તેમની આજ્ઞા માન્ય કરી તમારું કલ્યાણ કરી શકશે. ઈતિશમ.
[ જે. ધ. પ્ર. પુ. ૨૮, પૃ. ૨૩૭ ]