________________
[ ૨૬૮]
શ્રી કપૂરવિજયજી . એ રીતે જેમ જીવદયા યા જયણાના કેટલાએક ભેદ કહ્યા, તેમજ જીવહિંસાના ભેદ પણ સમજી લેવા.
શાન્તા–ઉપરના જીવદયા કે જયણાના ભેદ જાણુને શું કરવું ?
કાતા–જાણીને આદરવા લાયક આદરવું, ને તજવા લાયક તજવું, “જ્ઞાન એટલે સાચી સમજ, તેનું ફળ-પરિણામ વિરતિરૂપ કહેલું છે. ” દ્રવ્યદયા અને વ્યવહારદયા પણ આદરવી ખરી, પરંતુ તેની સાથે ભાવદયા ને નિશ્ચયદયાનું ખરું સાધ્ય લક્ષ બહાર રાખવું નહિં જરૂર લક્ષમાં રાખવું. દ્રવ્ય કે વ્યવહાર કરશું ભાવ કે નિશ્ચયને પેદા કરવા માટે અને તેની રક્ષા કે વૃદ્ધિ માટે થાય તે જ હિતરૂપ છે.
શાન્તા–સ્વદયા અને ભાવદયા કે નિશ્ચયદયાને જરા સ્પષ્ટ કરશે. કાન્તા-શ્રીમદ્ યવિજયજી મહારાજ કહે છે કે–
સ્વદયા વિણ પદયા, કરવી કવણ પ્રકારે ?” એટલે સ્વ આત્મા જે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યરૂપ છે તેની રક્ષા કે વૃદ્ધિ થાય તેવી ભાવ યા નિશ્ચયદયાના લક્ષ વગર પર જીવની દ્રવ્ય કે વ્યવહારદયા શી રીતે કરવી ? કરવાથી ફળપરિણામ પણ શું ? મોક્ષસાધક તે નહિં જ. શુદ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિક આત્મગુણની રક્ષા કે પુષ્ટિ કરવાથી જ અનુક્રમે ખરો મોક્ષ થઈ શકે, તે વગરની કણકરણીવડે બહુ તે સ્વર્ગ પ્રમુખના ક્ષણિક સુખ મળે તેથી શું વળે ? એથી જ દાન, શીલ, તપ અને સામાયિકાદિક ગમે તે ધમકરણ કરતાં આપણું લક્ષ કેવળજ્ઞાનાદિક આત્મગુણની રક્ષા ને પુષ્ટિનું જ હોવું