________________
લેખ સંગ્રહ
[ ર૬૭ ] જડ–આંધળી છે અને ખરી કરણું વગરનું એકલું જ્ઞાન લુંપાંગળું છે. જ્ઞાન અને કરણ સાથે મળતાં ધાર્યું ફળ આપે છે.
શાન્તા–ત્યારે તે જીવદયા યા જયણાના સ્વરૂપનું રહસ્ય પ્રથમ જાણવું જરૂરનું છે. તે વગર કદાચ આડે રસ્તે ચઢી જવાય.
કાતા–૧ દ્રવ્યદયા, ૨ ભાવદયા, ૩ સ્વદયા, ૪ પરદયા, ૫ સ્વરૂપદયા, ૬ હેતુદયા, ૭ નિશ્ચયદયા, ૮ વ્યવહારદયા, ૯ અનુબંધદયા, એમ એના અનેક ભેદ સમજવા ગ્ય છે.
શાતા-- એ ભેદો જરા સ્પષ્ટતાથી સમજા.
કાન્તા–૧ ઈન્દ્રિયાદિક દ્રવ્યપ્રાણની રક્ષા કરવી. તે દ્રવ્યદયા.
૨ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિક ભાવપ્રાણની રક્ષા કરવી તે ભાવદયા,
૩ પિતાના દ્રવ્યભાવપ્રાણની રક્ષા તે સ્વદયા. ૪ અને પરાયા પ્રાણની રક્ષા તે પરદયા.
૫ અંતરના ભાવ કે લક્ષ વગર કેવળ દેખાવ માત્ર દ્રવ્યપ્રાણની રક્ષા તે સ્વરૂપદયા.
૬ જે કોઈ શુભ ઉપકરણાદિકને યથાસ્થાને સદુપયોગ કરવાથી સ્વપર પ્રાણની રક્ષા થાય તે હેતુદયા,
૭ જે પોતાના દ્રવ્યભાવપ્રાણરક્ષા તે નિશ્ચયદયા. ૮ જે પરાયા પ્રાણની રક્ષા તે વ્યવહારદયા.
૯ અને સર્વજ્ઞ-વિતરાગ પ્રભુની આજ્ઞાને અનુલક્ષી શુભ ભાવથી જે કરાય તે અનુબંધદયા.