________________
[૬૪]
શ્રી કરવિજયજી જિનેશ્વર દેવ, નિર્ચથ-મહાવ્રતધારી ગુરુ અને શીલાદિ પવિત્ર ધર્મથી અલંકૃત સતાસતીઓની સેવા કરવામાં આવે છે, તેમ જ જેમાં સમકિતમૂળ અહિંસાદિક ઉત્તમ વ્રતનિયમો ઉચ્ચારવામાં આવે છે, સામાયિકાદિક છ આવશ્યક જેમાં જરૂર સેવવામાં આવે છે, રાત્રિભોજનનો ત્યાગ કરવામાં આવે છે અને પંચપરમેષ્ઠિ-નવકાર મહામંત્રનું સદા સ્મરણ કરવામાં આવે છે, એગ્ય ક્ષેત્રમાં દ્રવ્ય વાવી પુન્યનો ભંડાર પણ ભરવામાં આવે છે, પરસ્ત્રી–વેશ્યાદિકને સંગ-પ્રસંગ વારવામાં આવે છે અને શંકાનંખાદિ દેષ રહિત શુદ્ધ સમકિત ધારવામાં આવે છે, સગુરુ સમક્ષ આલોચનાનિંદરૂપ જળવડે પોતાનાં પાપ પખાળવામાં આવે છે અને ધનધાન્યાદિક પરિગ્રહના પ્રમાણ વડે આત્માને લેભથકી નવારવામાં આવે છે, અષ્ટમી ચતુર્દશી પ્રમુખ સઘળા પર્વોને વિષે અતિચાર રહિત પિષધ કરવામાં આવે છે અને અભક્ષ્ય અનંતકાય સંબંધી નિયમ સદા સંભાળવામાં આવે છે, જેથી ધર્મ સંબંધી પેદા થયેલા શુભ મનોરથ ફળિભૂત થાય છે. જે જીવન પ્રબળ પુન્યનો ઉદય થયેલ હોય તે જ તેને આવા ઉત્તમ શ્રાવકુળની પ્રાપ્તિ થઈ શકે છે, અને પૂર્વે જણાવેલી શરીરસૌભાગ્યાદિ સઘળી શુભ સામગ્રી સંપ્રાપ્ત થઈ શકે છે.
ઉદાર દિલવાળી, સદાચારી, નિર્મળ શીલથી સુશોભિત, વિવેકી, વિનીત, ચતુર, સત્યવાદી, સત્પાત્રે દાન દેવામાં તત્પરતાવાળી, મીઠી-મધુરવાણી બોલવાવાળી, દેવગુરૂ ઉપર અત્યંત ભક્તિરાગવાળી અને પુન્યકાર્યમાં સદા ય ઉજમાળ, એવી સાક્ષાત્ લક્ષ્મી જેવી ભાગ્યશાળી સ્ત્રી પણ પુન્યાગે જ પ્રાપ્ત થઈ શકે છે.