________________
લેખ સંગ્રહ
[ ૬૫ ] મનગમતી સ્ત્રી અને લક્ષ્મી પ્રાપ્ત થયે છતે પણ અદ્ભુત ભાગ્યયોગે પુત્રપ્રાપ્તિ થાય છે, અને જે તે પુત્ર નીતવંત હોય છે, તે સોનામાં સુગંધ જેવું થાય છે. સજજનતાવાળા, સૌભાગ્યશાળી, ધર્મરક્ત, વિવેકવંત, સદ્દગુણધારી, માતાપિતાની ભક્તિ કરનાર અને શુદ્ધ દેવ ગુરુ પ્રત્યે પ્રેમ-ભક્તિ ધરનારા સુપુત્રો ખરેખર સદ્ભાગ્યયોગે પ્રાપ્ત થઈ શકે છે. વળી નિજ નિરૂપમ પુન્ય યોગે જ સારાં સ્વજન અથવા સજજન–સમિત્રની પ્રાપ્તિ થાય છે. સ્વચ્છ સ્વભાવવાળા, ધર્મકાર્યને વિષે ઉદાર દિલવાળા સજજને મન, વચન અને કાયાવડે પરોપકાર કરે છે, પણ પરધર્મ ધરતા નથી, હાસ્ય વડે પણ પરદેષને પ્રકાશતા નથી, પરંતુ પરગુણ—પરિમલવડે પોતાના આત્માને વાસિત કરે છે. જેઓ પોતાના વંશને અજવાળે છે, ગુરુનાં વચનને પાળે છે, તત્ત્વને સમજે છે, અને અનીતિથી મનને નિવર્તાવે છે, સ્વચિત્તને નિર્મળ કરી જે પાત્રમાં દ્રવ્યવ્યય કરે છે, તે ચંદનની જેવા સંતાપને હરનારા સજજને સદા ય સેવવા-આદરવા-ઉપાસવા ચગ્ય છે.
| (જે. ધ. પ્ર. પુ. ૩૧, પૃ. ૩૭૨)
SPEAK GENTLY નમ્રતા–સભ્યતા–માણસાઈ–માયાળુતાથી
વાત કરો-કરતાં શીખે.
(એક અંગ્રેજી કવિતાને ભાવાર્થ.) ૧. ધીમેથી–શાન્તિથી–સભ્યતાથી બોલે. વ્હીક બતાવીને કે ત્રાસ યા ધમકી દઈને અમલ કરવા કરતાં પ્રેમથી પ્રજાને