________________
[ ૬૬ ]
શ્રી કપૂરવિજયજી ચાહ મેળવી અમલ કરે તે બહુ સાર-ઉમદા માર્ગ છે. બોલવામાં એવી ઠાવકાઈ–સભ્યતા વાપરો કે તેમાં કઈ પણ કઠોર શબ્દને ઉપયોગ થવા ન પામે, અને જે શુભ કામ આપણે અહીં કરવાની સ્થિતિમાં હોઈએ તે બગડી ન જાય. વાત કરવામાં બહુ સાવધાની રાખે. એક નાના બાળક સાથે પણ મીઠાશથી બોલે કે જેથી તેને ચાહ તમે ખચીત જ મેળવી શકે. બાળકેને બહુ ધીમા અને શાન્ત વચનથી સમજાવે. બાળકની અવસ્થા થોડા વખતમાં બદલાશે, પણ તમારા શાન્ત અને સચોટ શિક્ષણની છાપ તે તેના ઉપર કાયમ બની રહેશે.
૨. વૃદ્ધ-વડીલ વર્ગને ધીમે રહી, નમ્રતાથી તમે નિવેદન કરતા રહે, પણ આકળાં–આકરાં વચન વદી તેમના ચિંતાતુર હૃદયને પરિતાપ નહિ પમાડશો. તેમણે તેમની જિંદગી લગભગ પૂરી–પસાર કરી દીધી છે. હવે તેમને છેવટનો વખત શાન્તિમાં જ પસાર કરવા ઘે. [ કઠોર વચન ભાલા જેવા લાગે છે. તેને ઘા જિંદગીભર રૂઝાતો નથી, તેથી તેવાં તાપકારી કઠોર વચનોને પ્રયોગ-(પ્રહાર) શાણું ભાઈબહેનોએ તો ન જ કરે.] તેમને શાંતિ પમાડવાથી તમે પણ શાન્તિ પામી શકશે.
૩ ગરીબ-દુ:ખી જનો પ્રત્યે પણ ધીમેથી દયા લાવી એવું બોલો કે તેમાં એક પણ કઠેર શબ્દ તેમના કાને પડે નહિં. તમારા કઠોર-નિર્દય ભાષણ સિવાય તેમને બીજું સહન કરવાનું કંઈ ઓછું નથી. મતલબ કે તેવા દુઃખી જનનાં દુઃખમાં ઉમેરે થાય તેવું કઠોર વચન ન જ વદો. સભ્યતાથી બોલે, બોલતાં શિખો. આટલું થોડું પણ અહા ! બંધુઓ અને બહેનો ! તમે સારી રીતે કરવા પ્રયત્ન કરો! એ તમારા