________________
લેખ સંગ્રહ
સદુપદેશ-આપણું ઉન્નતિનાં
[૬૩] સાધન
सवंशवासो महिला सुशीला, सौभाग्यमंगे च रमाभिराभा । सुता विनीता स्वजनो मनोज्ञः,
पचेलिमा पुण्यतरोः फलालिः ॥ ઉત્તમ વંશમાં ઉપજવું, સુશીલ-સદાચરણ-પતિવ્રતા સ્ત્રીની પ્રાપ્તિ થવી, શરીરમાં અષતિલકાદિ ઉત્તમ લક્ષણે હવા રૂપ લાવણ્યાદિ ગુણ પ્રાપ્ત થવા, મનગમતી લક્ષ્મી-સંપદા મળવી, વિનયવંત–આજ્ઞાકારી પુત્રોની પ્રાપ્તિ થવી, સારાં-સુશીલ સ્વજને સાંપડવાં : એ બધાં પુન્યવૃક્ષનાં પરિપકવ ફળ સમજવાં.”
પુન્યશાળી જનેને જ એ બધાં વાનાં પ્રાપ્ત થઈ શકે છે. બધાં વંશમાં જિનેશ્વરોનો વંશ પ્રશંસવા ચોગ્ય હોય છે, સઘળા કુળમાં શ્રાવકના કુળ પ્રશંસવા યોગ્ય છે, સઘળી ગતિઓમાં સિદ્ધ-ગતિ પ્રશંસવા યોગ્ય છે અને સઘળાં સુખમાં જન્મ જરા મરણ રહિત મુક્તિસુખ પ્રશંસવા ગ્ય છે.
બીજા અનેક કુળો કરતાં શ્રાવક કુળની પ્રશંસા શાસ્ત્રકાર શા માટે કરે છે? જે કુળને વિષે પાણી સદા ય ગળવામાં આવે છે, અર્થાત અણગળ પાછું જેમાં વાપરવામાં આવતું જ નથી, રસોઈ માટે છાણાં–ઈધણ પણ શોધીને (પુંછપ્રમાઈને) જ વપરાય છે, જે કુળમાં બેળ અથાણું ખાવામાં કે કરવામાં આવતું જ નથી, કંદમૂળ પ્રમુખ અનંતકાય વાપરવામાં-ભક્ષણ કરવામાં આવતા નથી વળી શુદ્ધ નિર્દોષ