________________
[ દર ]
શ્રી કપૂરવિજયજી ૨ રામચન્દ્ર જેવા ન્યાયમૂર્તિ રાજાઓના દેશમાં કાળે કાળે (જ્યારે જરૂર હોય ત્યારે જ) વરસાદ વર્ષે છે, ભૂમિમાં જેવો જોઈએ તેવો કસ રહે છે, તેથી મનમાનતાં મેલ પાકે છે, તીડ કે ઊંદરને ઉત્પાત થતો નથી, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ પ્રમુખ થતાં અટકે છે, પ્રજા બધી સુખે પિતાનો નિર્વાહ કરવાનાં સાધન સેવી શકે છે, તેમનું રક્ષણ પણ ભલી રીતે થઈ શકે છે, વિદ્યા-કળા અને સુખ-સંપત્તિમાં પ્રજા આગળ વધતી જાય છે. ઉક્ત પ્રજાનું બળ એ રાજાનું જ બળ લેખાય છે, પ્રજાનું અપમાન કઈ રીતે કરવામાં આવતું નથી, તેથી સઘળી પ્રજા પોતાના નાયક-નરપતિને પૂજ્ય પિતાની જેમ જુએ છે, જેથી તેના સુખે સુખી અને તેના દુઃખે પિતાને પણ દુઃખી લેખે છે, પોતાના રાજાના વિરોધી–રાજા સંગાતે કશો સંબંધ રાખતી નથી અને મિત્ર-રાજા સંગાતે જોઈએ તે સંબંધ ધરાવે છે.
૩ જે પ્રથમાવસ્થામાં સારી રીતે વિદ્યા સંપાદન કરી લે છે, નાયક છતાં નમ્રતા ધારણ કરે છે, લક્ષમીવંત છતાં તેને ગેરઉપગ નહિ કરતાં ન્યાય નીતિથી તેનો વધારો કરી પરમાર્થ ભરેલાં કાર્યમાં તેને સવ્યય કરે છે, કોઈ પણ પ્રકારનો (જાતિકુળ-બળ-રૂપ–વિદ્યા–એશ્વર્ય—લાભ પ્રમુખને) મદ કરતા નથી તેવા રાજાઓ, પ્રધાને, ન્યાયાધીશે, શ્રેષ્ઠીઓ અને યુવરાજાદિક અધિકારીઓ ખરેખર જગતમાં જશવાદ પામી સદ્ગત થાય છે.
ઈતિશમ.
[ જે. ધ. પ્ર. પુ. ૩૧, પૃ. ૩૭ર. ]