SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૮ ] શ્રી કપૂરવિજયજી ૩૦ નીચ પરાધીનતાને જ નરક સમાન બંધનરૂપ સમજે. ૩૧ સ્વતંત્રતા-નિઃસ્વાર્થતા-નિ:સ્પૃહતા યા સંતોષવૃત્તિમાં જ ખરું સુખ છે. ૩ર પ્રાણીવર્ગને પરિણામે હિતકારી થાય એવું કથન તે જ સત્ય સમજે. ૩૩ પ્રાણીવર્ગને વહાલામાં હાલા પોતાના પ્રાણ હોય છે. એટલે સહુને જીવિત વ્હાલું છે, મરવું કોઈને વ્હાલું લાગતું નથી, તેથી જ સંત મહાશયે ઘેર પ્રાણવધનો સર્વથા નિષેધ કરે છે ૩૪ કોઈ પ્રકારના પ્રત્યુપકારની ઈચ્છા વગર અપાય તે જ દાન સાચું. ૩૫ પાપમાર્ગથી નિવર્તાવી પુન્યમાર્ગમાં જડે તે જ મિત્ર સાચે. ૩૬ સુશીલતા એ જ સત્ય પ્રકાશ સમજે. ૩૭ પ્રિય અને હિત એવું સત્ય બોલવું એ જ મુખનું ભૂષણ સમજે. ૩૮ ઢંગધડા વગરનું જ્યાં ત્યાં ભમતું ચપળ મન જ અનર્થકારી સમજે. ૩૯ સર્વ કોઈના હિતચિતવનરૂપ મૈત્રી ભાવનાને સુખદાયક સમજે. ૪૦ અહિંસાદિક મહાવ્રતોનું યથાર્થ પાલન અથવા હિસાદિક પાપમાત્રને સર્વથા ત્યાગ એ જ સર્વ પ્રકારનાં દુઃખને અંત કરનાર છે.
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy