________________
લેખ સંગ્રહ
[ ૮૧ ] ૩૬ રાગ અને દ્વેષ એ ભાવકર્મ કહેવાય છે, તેને (સંગ)સંબંધ જીવ સાથે અનાદિ કાળનો છે. તેમ છતાં ખરે ગુરુગમ મેળવી, પ્રબળ પુરુષાર્થ ગે તેનો અંત થઈ શકે છે.
૩૭ રાગદ્વેષરૂપ ભાવકર્મથકી આત્માના સ્વાભાવિક ગુણોને આછાદન કરી શકે એવાં અનેક દ્રવ્યકમ પેદા થાય છે અને અવારનવાર શરીર ધારણ કરવારૂપ કર્મ પણ એનું જ પરિણામ છે.
૩૮ બધાં કર્મમાં મોક્ષના નિદાનરૂપ શુદ્ધ ચારિત્રથી વિમુખ રાખનાર અને ખોટી વસ્તુમાં (ખાટાં સુખમાં) મુંઝવી દેનાર મોહનીય કર્મ મુખ્ય અગ્રેસર લેખાય છે, તેનો અંત આવતાં બધા કર્મનો હેજે અંત આવી જાય છે. કોઈ, માન, માયા અને લેભરૂપ કષાય પણ એને જ પરિવાર છે, અને મોક્ષના દ્વારરૂપ શુદ્ધ સમકિતપ્રાપ્તિમાં પણ એ જ પ્રતિબંધક છે.
૩૯ ખાણમાંથી ખોદી કાઢતા કંચન અને માટીના સંબંધની પેઠે જીવ અને કર્મનો સંબંધ આદિ રહિત છે, તેમ છતાં પ્રબળ પ્રયત્નોગે તેને તેડી આત્માને કુંદનની જે શુદ્ધ-નિર્મળ કરી શકાય છે. સમ્ય—(યથાર્થ) જ્ઞાન, દર્શન (તસ્વાર્થ શ્રદ્ધાપ્રતીતિરૂપ સમ્યકૃત્વ) અને ચારિત્રનું યથાવિધિ સેવન કરવાથી આત્મા સકળ કર્મમળથી મુક્ત થઈ શુદ્ધ બુદ્ધ થાય છે.
૪૦ “સવિ જીવ કરું શાસનરસી” એવી સરસ ભાવનાયુક્ત પ્રબળ પુરુષાર્થ સ્વપકલ્યાણાર્થે કરનાર મહાશ તીર્થકર ગણધર જેવી શ્રેષ્ઠ પદવી પ્રાપ્ત કરી, સર્વજ્ઞ સર્વદશી થઈ, યથા આયુષ્ય જીવનમુક્ત દશા ભેગવીને અંતે અક્ષય