________________
લેખ સંગ્રહ
[ ૩૭ ] થવા પામે તેમ કુશળતાથી જ વર્તવા ઉપદેશે છે, તે જ ખરી દયા અથવા અહિંસાનું રહસ્ય સમજી, દયાધમીનો દાવો કરનાર સહુએ લક્ષ્યમાં રાખી લેવા યોગ્ય છે.
(૩) મરજી મુજબ નકામી ટીકા કરવાથી ભાગ્યેજ લાભ થઈ શકે છે
પારકી નિંદા–ટીકા કરવા બહાર પડનારા ઘણે ભાગે પરાયાં છિદ્રો જ શેાધતા ફરે છે. તેવું કંઈક ભેગજેગે તેમના જોવામાં કે સાંભળવામાં આવે કે તરત જ તેના ઉપર વચનપ્રહાર કરવા તલપાપડ થવા માંડે છે. તેમાં પોતાની બુદ્ધિશક્તિ સાથે સમયને પણ ભારે ભેગ આપે છે, તેમાં તેમને ભારે રસ પડે છે; તેથી નજીવી વાતને ભારે ભયંકર રૂપ આપી, રજનું ગજ જેવું કરી મૂકે છે અને અનેક સહદય જનની લાગણી દૂભવે છે. પોતાના આવા કલ્પિત વ્યાપારમાં હાર થવાથી તે થાકતા નથી પણ અનેક યુક્તિપ્રયુક્તિ કેળવી તેનો વિસ્તાર કરતા જાય છે અને લોકમાં વધારે ને વધારે હાંસીપાત્ર બને છે. સજજન મહાત્માઓ આવી ભાંજગડ કરવી પસંદ કરતા નથી. તેઓ તો પોતાની ભૂલ સમજતાં જ સુધારી લે છે ને જરૂર જણાતાં જાહેર પણ કરી દે છે. ત્યારે પણ નિંદ્ય નિદાખરો તો કાખલી જ કૂટતા રહે છે. સામા જીવને સુધારવાનો એ સાચે માર્ગ નથી. બનતાં સુધી તો એકાંતમાં મનની શાંતિ જાળવી રાખી, કેવળ હિતબુદ્ધિથી પ્રેરાઈ શુદ્ધ પ્રેમવડે જે કંઈ હિત. વચને કહેવામાં આવે છે તેનું જ પરિણામ ઘણે ભાગે મન