SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૮ ] શ્રી કપૂરવિજયજી માન્યું સુંદર આવે છે, આક્ષેપક શૈલી તો ઊલટી વિઘાતક નિવડે છે. તેને ત્યાગ કરવામાં જ ખરું ડહાપણ રહ્યું છે. ઈતિશમ્ [ જે. ધ. પ્ર. પુ. ૪૧, પૃ. ૨૪૧. ] સજ્જન મહાશયને કદાપિ પ્રકૃતિવિકાર થવા પામતે નથી. ૧ ગાય, ભેંશ અને અજાદિકનાં દૂધનું દહીં બીજે દિવસે કે તે દિવસે જ (તત્કાળ) થાય છે; પરંતુ ક્ષીરસમુદ્ર તે અદ્યાપિ પર્યત જેવો ને તેવો વિકૃતિ રહિત રહ્યો છે. તેનું દહીં થવા પામ્યું જ નથી. ખરી વાત છે કે મહાશયને વિકાર કેમ થાય ? ૨ ગંગા નદી પાપને, ચંદ્રમા તાપને અને કલ્પતરુ વૃક્ષ દીનતાને દૂર કરે છે, ત્યારે સંત મહાશયે પાપ, તાપ અને દીનતા એ બધાને દૂર કરી નાંખે છે. સંતોને સમાગમ સદા ય સુખદાયી નિવડે છે. ૩ પ્રકોપિત કરેલા એવા સંત-સાધુનું મન વિક્રિયા પામતું . નથી. એક ઉંબાડીયાવડે સમુદ્રનું પાણી કંઈ ગરમ થઈ શકતું નથી. ૪ પરોપકાર કરે, પ્રિય બલવું અને સાચો નેહ કરે ... તે સજનોને કુદરતી સ્વભાવ જ હોય છે. ચંદ્રને કોણે શીતળ કર્યો છે? જેમ એ સ્વાભાવિક રીતે શીતળ છે તેમ સજજને આશ્રી પણ સમજી લેવું. ૫ સજજનેની સમીપે કહેલા સૂક્ત વચને શેભાને પામે
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy