SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૬ ] શ્રી કÉરવિજયજી તજી, હંસ જેવી ઉજજવલ ગુણદષ્ટિ આદરશું; પાપબુદ્ધિ તજી, પવિત્ર ન્યાયબુદ્ધિ સેવશું; ઇર્ષ્યા-અદેખાઈ તજી, ગુણાનુરાગી બનશું; તામસી વૃત્તિ તજી, શાન્ત-સાત્વિકવૃત્તિ સેવશું; માયાચારીપણું તજી, સરલતા આદરશું; રાગદ્વેષ યા પક્ષપાત તજીને સમતોલપણું સેવશું; કલેશી-વિરોધી ભાવ તજી, પ્રસન્નભાવ આદરશું; અછતાં આળ દેવા જેવા તુચ્છ ભાવને તજી, ગંભીર બનશું ચાડિયા ખેર વૃત્તિ તજી, આપણા જ દોષ દૂર કરશું; પરનિંદાની ટેવ તજી, પરગુણ ગ્રહણ કરશું; સ્વનિન્દા-સ્તુતિ સાંભળી હર્ષ–શકથી અળગા રહીશું; નિર્દભપણું આદરશું, અને શુદ્ધ તત્વશ્રદ્ધાનું સેવન કરવા સાથે સ્વસમાન ધર્મ પાળ નારા સાધમીજને ઉપર અનહદ પ્રેમ ધારશું, તેમના દુ:ખે દુ:ખી ને તેમના સુખે સુખી પિતાને માનશું, તેમનું દુઃખ ફેડવા બનતું કરશું, ને બીજાને સુખી કે સગુણી દેખીને પ્રમોદ ધારશું ત્યારે જ આપણામાં ખરી ઐક્યતા સ્થપાશે, અને ત્યારે જ આપણી ખરી ઉન્નતિ થઈ શકશે. અત્યારે આપણી સમાજની સ્થિતિ એ બાબતમાં બહુ શોચવા જેવી થઈ પડી છે. જ્યાં ત્યાં એકતા કરીને જોડવા કરતાં સ્વછંદપણે આપખુદ વર્તનથી તોડવાની જ વાત વધારે સંભળાય છે ને નજરે પડે છે; પણ જોડવામાં જ ખરું પુરુષાતન વાપરી સાર્થક કરવાનું છે. તે લાભ કઈક વિરલ જને જ લઈ શકે છે. મેહના પ્રબળ ઉદયથી સ્વછંદતાવશ સારાં કામેને તોડતા તો વાર નથી લાગતી, પણ મેહાંધ બની સારા કામમાં ભંગાણ પાડવામાં પોતાની શક્તિનો ગેરઉપયોગ કરનાર સ્વપરની ભારે ખુવારી જ કરે છે, તેથી જ જ્ઞાની પુરુષો પોકારી પોકારીને તેવા દરેક પ્રસંગે સાવધાન રહી, સ્વપરહિતની રક્ષા ને વૃદ્ધિ
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy