________________
[ ૨૯૦ ]
શ્રી કપૂરવિજ્યજી
છતાં જેઓ સ્વછંદવૃત્તિથી અન્યથા આચરણ કરે છે તેમની અવદશા થવા પામે છે. ”
સાધુજનોએ શુદ્ધ સાધુમાર્ગ તરફ લક્ષ રાખી વિહિત માર્ગે જ ચાલવું જોઈએ. તેમણે નકામાં ગૃહસ્થોનાં ચુંથણામાં પડી ખુવાર થવું ન જોઈએ. શુદ્ધ ચારિત્રના ખપી સાધુજનોને થડે પણ ગૃહસ્થનો પરિચય ચારિત્રમાં મલિનતા ઉપજાવી, છેવટે નીચે ગબડાવી દઈ, હાંસીપાત્ર બનાવી દે છે. અને તે વાસ્તવિક જ જણાય છે, કેમકે ઉત્તમ પ્રકારનો ધર્મવ્યાપાર તજી જે નિકૃષ્ટ પ્રકારને ગૃહસ્થ જે માગ આપમતિથી અખત્યાર કરવા જાય તેના એવા જ હાલ થવા જોઈએ. ગૃહસ્થને પરિચય એટલે રાગાદિક પ્રતિબંધ. એ જેમ જેમ વધતો જાય છે તેમ તેમ વધારે ને વધારે અને હેલામાં વહેલી ખરાબી થવા પામે છે. અરે ! આવા અનર્થકારી પ્રતિબંધથી કે પરિચયથી કેટલાક સાધુઓ અધમ દશાને પામી અંતે ઉભયભ્રષ્ટ થયેલા જોવામાં યા સાંભળવામાં આવ્યા છે. એ વાત સત્ય અને પ્રગટ છતાં ઘણા બાળસાધુઓ અદ્યાપિ તેવા દુષ્ટ પરિચયને તજતા નથી, ગૃહસ્થ શ્રાવક શ્રાવિકાઓનો સંસર્ગ રાખ્યા કરે છે અને તેમને તેમના સ્વાર્થોધતાના કલ્પિત માર્ગમાં બીજા મુગ્ધ કે મૂર્ણ ભાઈબહેનો સહાય કરે છે, આ બહુ ખેદની વાત છે. જેઓ જિનશાસનની ઉન્નતિ કરવા પંચ મહાવ્રત ધારણ કરી પંચની સાક્ષીએ બંધાયેલા છે તેઓ પાછા પ્રચ્છન્નપણે યા પ્રગટપણે પૂકત પરિચય રાખી અનેક પ્રકારના દુષ્કર્મ કરે અને તે વાતને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જાણતાં છતાં તેવા હરામી વેશધારીને યોગ્ય શિક્ષા આપવાને બદલે તેમના ધારેલાં નીચ કાર્ય સાધી લેવામાં અન્ય સહાય