________________
[ ૨૮૪]
શ્રી કર્ખરવિજયજી અક્ષયપદ-મેક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. આવા પવિત્ર હેતુથી જ પ્રભુપૂજા કરવાની છે.
૧૭ દ્રવ્યપૂજા થઈ રહ્યાબાદ, પ્રભુ સન્મુખ દષ્ટિ રાખીને, ગંભીર અને મધુર શબ્દધ્વનિ યુક્ત ઉદાર અથવાળાં ચૈિત્યવંદન,
સ્તુતિ, સ્તવનાદિક કરવારૂપ ભાવપૂજા કરી છેવટે “જય વિયરાય” ના પાઠરૂપે પ્રભુપ્રાર્થના કરવી. આ બધી કરણી મન, વચન, કાયાની એકાગ્રતા રાખીને જ કરવાની છે. એ કરવાથી લકત્તર–પ્રધાન પદની પ્રાપ્તિ થઈ શકે છે.
૧૮ પ્રભુના ગુણમાં લીનતા થવા માટે, પ્રમાદ રહિત, યાચિત ગમુદ્રાદિકમાં આદર રાખી, આપણાથી ગુણાધિક (ગુરુપ્રમુખ)ને આગળ કરી, વિનય–બહુમાન સાચવી, શાન્તચિત્તથી, ચિત્યવંદનાદિક કરવું. મનમાં કોઈ પણ પ્રકારે વ્યગ્રતા થવા દેવી નહિ.
૧૯ ઉપર કહેલો આશય સમજ્યા વગર, જેમ આવે તેમ વિવેક રહિત, ગુરુપ્રમુખ વડીલની આગળ બેસી, મેટા ઘાંટા પાડી, બીજાના ધ્યાનમાં અંતરાય પડે એમ, બેતાલ, અશુદ્ધ સ્તવનાદિ બોલવાની ટેવ પડી હોય તે તજવી જોઈએ અને મીઠા ધીમાં રાગે શુદ્ધ બેલતાં શીખવું જોઈએ.
૨૦ દ્રવ્યભાવ પૂજા કરીને પણ પિતાના આત્માને જ જગાડવાનો છે. મદ, વિષય, કષાય, નિદ્રા-આળસ અને વિકથાદિ પ્રમાદષથી પોતાને જ મુક્ત કરવાનું છે. તેમ કરવાના પવિત્ર લક્ષથી જ કલ્યાણ થઈ શકે છે, અન્યથા કલ્યાણ થવું મુશ્કેલ છે.
૨૧ વપરને ભાવ-ઉલ્લાસ પ્રગટે તેટલા પૂરત દ્રવ્ય