________________
લેખ સંગ્રહ
[ ૨૧૩ ] તે પિતાની તંદુરસ્તી માની રહે, વ્યાવહારિક કાર્યો કરવા ઉપરાંત ધાર્મિક કાર્ય કરવામાં કુર્તિ બની રહે, ચિત્ત પ્રકુલિત રહે, ભાવના સારી થાય અને તેનો લાભ પિતાની સંતતિને તેમજ અન્ય કુટુંબી જનોને પણ મળતો રહે, એ કંઈ જેવી તેવા લાભની વાત નથી.
૧૧ નાનાં બાળકોનો બધો આધાર માતાના સ્તનપાન ઉપર રહે છે. જે માતા શાણું હોય તો બાળકનું હિત ચાહીને દુધ ખરાબ ( વિકારી ) ન થાય તેવી અવશ્ય ચીવટ રાખે જ, એ માતાનો કર્તવ્ય ધર્મ છે.
૧૨ સુખે પચે એવું નિર્દોષ અને નિયમિત ખાનપાન કરવા ઉપરાંત ઘરમાં સહુનાં શરીરનું આરોગ્ય સચવાય માટે બીજી ઘણું સંભાળ રાખવાની જરૂર છે. આવી સમજ ફેલાવવાનું રુડું કામ સમાજનું હિત હૈયે ધરી તેની નિઃસ્વાર્થ સેવા કરવા ઈચ્છનારી સમયસૂચક અને કાર્યકુશળ વિદુષી બહેને ભારે સફળતાથી કરી શકે છે. સેવાધર્મનું રહસ્ય સમજનારી શાણું બહેનોને એ ઉચિત જ છે, એથી અનેક સધવા, વિધવા અને કુમારિકા બહેનો એમ કરતાં શીખે છે, અને સ્વજીવિતવ્યને રસવાળું કરી અન્ય બહેનોને અનુકરણ કરવા યોગ્ય બને છે. આવા અનેક દાખલા સેવાપ્રેમીને આજે અજાણ્યા નથી.
૧૩ ધમી પણાનો ઑટે ડાળ નહિ ઘાલતાં ધર્મને લાયક બનવાની જરૂર છે. હૃદયની વિશાળતા, ગંભીરતાદિક ગુણેના સંસેવનવડે આપણામાં ધર્મની ગ્યતા આવી શકે છે. પ્રથમ એની જ ખરી જરૂર હોવાથી એવી અગત્યની બાબતની ઉપેક્ષા નહિ કરતાં ખંતથી આદરવી જોઈએ.