________________
[ ૨૧૨ ]
શ્રી કપૂરવિજયજી ૫ તમે અઢાર પાપસ્થાનકે આવતી વખતે તેનાં નામ ઉચ્ચારી જાઓ છે, પણ ખરું જોતાં તેને પાપની એ છાશ કરવા પૂરતી કાળજી રહેવી જોઈએ. બહેને ! હવેથી તમે એવું લક્ષ્ય રાખતાં રહેશો તે તમારું ઘણું જ હિત થશે અને ઘણા પાપથી તમે સહેજે બચી શકશે.
૬ તમારામાંની કઈક બહેનો વ્યાખ્યાન સાંભળવા જાય છે. ધર્મપુસ્તક વાંચે છે-શીખે છે, તીર્થયાત્રા કરે છે અને વ્રત પચ્ચખાણ પણ આદરે છે. તે બધું સમજપૂર્વક, યથાશક્તિ આજ્ઞા સહિત થતું હોય તે કેટલે બધે ફાયદો થાય ? તેથી જેમ દેવગુરુધર્મની આરાધના થાય-વિરાધના ન થાય, તેમ ડહાપણુથી બધું કરતા રહેવું જોઈએ,
૭ રુડી કરણી વગર લુખી કથનીમાત્રથી તે કશું વળવાનું નથી જ.
૮ તમારામાં જે જે દેષ કે ખામી હોય તે સમજી, સુધારી લેવા લગારે વિલંબ કે સંકેચ કરવો ન જોઈએ, આપણામાં જડ ઘાલી રહેલ દેષ કે ખામી દૂર કરવાનું કોઈ હિતેષી સજન બતાવે તો આપણું અહોભાગ્ય સમજી આપણી ભૂલ જેમ બને તેમ જલદી સુધારી લેવી જોઈએ.
૯ બહેને! “પહેલું સુખ તે જાતે નર્યા” કહેવાય છે, તેવું સુખ તે જ્યારે તમે શરીર નીરોગી રાખવા પૂરતી કાળજી રાખે ત્યારે જ મળી શકે અને એથી તમારું ઘણું દુઃખ ઓછું થઈ જાય.
૧૦ પ્રકૃતિને ઠીક માફક આવે તેવો તદ્દન સાદો, સાત્વિક અને નિર્દોષ ખોરાક વખતસર નિયમિત રીતે લેવામાં આવે