________________
લેખ સંગ્રહ
[ ૯૯ ] ગાજર, સકરકંદ વિગેરે સઘળાં જમીનકંદ અને ઘણું જ સુકેમળ પાંદડાં (નવાં કુંપળીયાં) ફળ પ્રમુખ અનંતકાય, અને બાળ અથાણું, કાચું મીઠું, કાચા દૂધ-દહીં-અને છાશ સાથે શ્કેળભેજન, જેને રસ, વર્ણ, ગંધ, સ્પર્શ બદલાઈ ગયા હોય તે વાસી ભેજન, બે રાત્રિ ઉપરનું દહીં અને કાચાં-કુણાં ફળ, તુરછ ફળ વિગેરે અભક્ષ્ય ભોજન અવશ્ય તજવું.
૧૧ રાત્રિભોજન કરવામાં ઘણા પ્રકારના દૂષણ સ્વપરશાસ્ત્રમાં જણાવ્યા છે. એથી શરીરમાં અનેક પ્રકારનાં વ્યાધિ થવાને ભય રહે છે, અને કવચિત્ વિષસંયોગથી પ્રાણસંકટ થવા ઉપરાંત, પરભવમાં ઘુવડ, વાગોળ કે નોળીયાના અવતાર પ્રાપ્ત થાય છે, એમ સમજી સંતોષ આણીને રાત્રિભોજન વર્જવું. વળી સાજી, સાબુ, લોઢું, ગળી, મદ્યાદિને વ્યાપાર ન કરે.
૧૨ જેમાં ઘણાં દૂષણ લાગે એવા અનેરાં કામકાજ પણ તજવાં. અળગળ પાણી પીવાથી ભારે દોષ લાગે છે, માટે ગાળ્યાં વગર પીવું નહિ, અને તે સારી ઘટ્ટ વસ્ત્રથી વધારે વખત ગાળવાને અભ્યાસ રાખે તથા સંખારે પણ ટુંપો નહિ.
૧૩ કૂવા, નદી કે જ્યાંથી જળ આપ્યું હોય ત્યાં બીજી વખત ગાળ્યા બાદ તેને સંખારે વાળીને પાછો જયણાથી સ્થાપ (મેકલ). એ જ રીતે છાણાં, ઇંધણ અને ચેલે પણ પૂછ-પ્રમાઈને કામમાં લે કે જેથી કોમળ પારણામવડે પાપબંધ થતો અટકે અને દયાળુ પરિણામથી પુન્યને બંધ થઈ શકે. જયણાથી કામ કરતાં તથાવિધ કર્મબંધ થઈ શકે નહિ.