________________
શ્રી કરવિજયજી
[ ૯૮ ]
જિનમંદિરે જવું અને નિસિહી પ્રમુખ દશ ત્રિક સાચવી યથાવિધ ઉદ્ઘસિતભાવે પ્રભુની દ્રવ્ય ભાવથી સેવા કરવી.
૬ ઉપાશ્રયે જઇને ગુરુમહારાજને વંદન કરવું, અને એકાગ્ર મને સદુપદેશ શ્રવણુ કરવા; તેમ જ જ્યારે અવસર થાય ત્યારે નિર્દોષ અને સાધુને કહ્યું એવા આહારપાણી તેમને આપવા. તે પણ વિવેકપૂર્વક લગારે સંકોચ રાખ્યા વગર ઉદાર ચિત્તથી કેવળ પરમા દાવે દેવા એ જ સાર છે.
૭ બીજા બધા દુનિયાદારીના સંબંધ કરતાં સ્વધર્મીનુ સગપણ સર્વોપરી જાણી, તેમની યથાચિત ભક્તિ કરવામાં ખામી રાખવી નહિ; તેમ જ ગમે તે દીન, દુ:ખી, અનાથ જનાને દેખી અનુક ંપા બુદ્ધિથી તેમને પણ યથેાચિત સહાય કરવી. વિવેક સહિત લક્ષ્મી વાપરનારને પુણ્યની વૃદ્ધિ જ થયા કરે છે.
૮ ઘર સપત્ પ્રમાણે યથાસ્થાને દાન દેવું અને કપિ પણ બળીઆ સાથે બાથ ભીડવી નહિ. જે કઇ વ્રત-નિયમ લેવાં તે ગુરુમુખે સમજીને લેવાં અને તે સારી રીતે પાળવાં પણ પાછાં વિસારી દેવાં નહિ.
૯ જે કંઇ વ્યાપાર, વણજ કે વ્યવસાય કરવા પડે તે શુદ્ધ નીતિરીતિથી પ્રમાણિકપણે કરજે. સ્વકર્તવ્ય સમજીને પ્રમાણિકપણું સાચવજે. દેવા-લેવામાં કંઈપણ ન્યૂનાધિકપણું આદરીશ નહિ. કેાઇની દાક્ષિણ્યતાથી ખોટી સાક્ષી ભરીશ નહિ. તારા દેવ, ગુરુ, ધર્મને લાંછન લગાડીશ નહુ અને નબળા લેાકેાની સંગતિ કરીશ નહિ.
૧૦ ડુગળી, લસણ, આદું, મૂળાના કંદ, ગરમર, બટાટા,