________________
[ ૧૭૬ ].
શ્રી Íરવિજયજી ૨૩ નિર્ધન તરફ દયા કરે, તેને સહાય આપે, તેને ઊંચા લાવ, તમારી જેવા થાય એમ ઈચ્છો.
૨૪ વધારે ભણ્યા છે તે તેનું અભિમાન ન કરો. ૨૫ જગતમાં અભિમાનીની કિંમત બહુ અલ્પ થાય છે. ૨૬ અભિમાન એ વિદ્યાનું અજીર્ણ છે.
૨૭ તમારે યશવાદ બોલાતે હોય તો તેથી પણ કુલાઈ ન જશે.
૨૮ આજ જશ બોલનારા કાલે જ પાછા અપજશ બોલશે. ૨૯ જશને જાળવી રાખવાને પ્રયત્ન કરે.
૩૦ મળે જશ ચાલ્યા જતાં વાર લાગતી નથી, તેને માટે સદા સાવધાન રહે. - ૩૧ તમારી કરતાં વધારે ઉત્તમ કાર્ય કરનારા અને જેઓ મૃત્યુ પામી ગયા છતાં પણ અદ્યાપિ જેને યશ બોલાતો હોય તેના તરફ દષ્ટિ કરે.
૩૨ નીચી નજર તો કરશે જ નહિ.
૩૩ નીચી નજર તો નીચે જવું હાય-નીચા થવું હોય તે રાખે.
૩૪ સરલ હૃદયના રહા, કપટ ન કરે. ૩૫ માયાવીને જગત ઓળખી કાઢે છે. ૩૬ જગત પાસે કોઈ છાનું રહી શકતું નથી. ૩૭ સરલતા જેવું સુખ નથી. ૩૮ સરલ મનુષ્યને જગત બધું વિશ્વાસ કરે છે.