________________
[ ૧૮૬ ]
શ્રી કપૂરવિજયજી છે. ખરા જેન તરીકે પિતાનું શું શું કર્તવ્ય છે તે દરેકે દરેક શ્રીમંત કે ગરીબ, વિદ્વાન કે અભણ, સ્ત્રી કે પુરુષે અવશ્ય જાણવું જોઈએ. તે મુખ્યપણે ત્યાગી–વૈરાગી અને જ્ઞાની ગુરુઓ (સાધુ-સાધ્વીઓ)ની પાસેથી જાણી શકાય એમ છે. વિનયવડે જ મેળવેલું જ્ઞાન સફળ થાય છે; તેથી જ્ઞાન-વિદ્યાના અથ ભાઈ–બહેનોએ ગુરુજનોને વિનય અવશ્ય કરે જોઈએ. વિનય એ એક અજબ જાતિનું વશીકરણ છે, એથી ગમે એવા નિઃસ્પૃહી જ્ઞાનીજનોનું પણ દિલ હરી લેવાય છે; પરંતુ એ વિનય જે સહજ શુદ્ધ ભાવથી કરાય તો જ તે વડે મેળવેલી વિદ્યાનું યથાર્થ પરિણમન થાય છે, અન્યથા તો તેનું વિપરીત પરિણમન પણ થવા પામે છે, અથવા તો તે વિદ્યા અફળ થાય છે. પ્રાપ્ત થયેલી વિદ્યાથી જ્યારે સત્યાસત્ય, હિતાહિત, કૃત્યાકૃત્ય, ભક્ષ્યાભઢ્ય, પેયાય, ગમ્યાગમ્ય, ત્યાજ્યત્યાજ્ય અને ગુણદોષને ઠીક વિવેક જાગે અને અસત્ય, અહિત, અકૃત્યાદિકનો ત્યાગ કરી, સત્ય, હિત, કૃત્યાદિકનો સ્વીકાર કરાય ત્યારે જ સાર્થકતા-સફળતા કહેવાય. જેમ ઉત્તમ ધાન્ય–બીજ ઉત્તમ ક્ષેત્રમાં યથાવિધિ વાવવામાં આવે તો તેનું અનર્ગળ ફળ મેળવે છે, તેમ ઉત્તમ વિદ્યા પણ ઉત્તમ પાત્રમાં યથાવિધિ આપવામાં આવે તો તેનું ફળ પણ ઉત્તમ પ્રકારે જ આવી શકે. સમ્ય
જ્ઞાનથી સભ્યશ્રદ્ધા–સમ્યકત્વ અને તે વડે સમ્યગ આચરણરૂપ ચારિત્ર અને તે ચારિત્રવડે સકળ કર્મક્ષયરૂપ મેક્ષપ્રાપ્તિ થઈ શકે છે, પરંતુ એ સઘળા ગુણોનું મૂળ વિનય જાણવું.
પૂજ્ય ગુજને પ્રત્યે ભક્તિભાવ, બહુમાન, સદ્ગુણસ્તુતિ, દોષ આચ્છાદન અને અનાશાતના એ સઘળા વિનયના જ પ્રકાર