________________
લેખ સંગ્રહ
[ ૧૭ ] ઈત્યાદિક કલ્યાણકારી બોધ પામી કલ્યાણકારી માર્ગે ચાલશે તેમનું અવશ્ય કલ્યાણ થશે. ઈતિશમ. સુષ કિ બહુના ?
[ જે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૩૫૮ ]
બ્રહ્મચર્ય અથવા સુશીલતા. ચારિત્રના પ્રાણ-જીવન-આધારરૂપ અને શાશ્વતા મેક્ષસુખને અચક મેળવી આપનાર એવા બ્રહ્મચર્યનું જે શુદ્ધ દિલથી સેવન કરે છે તે પવિત્ર આત્મા ઈન્દ્રાદિક દેવવડે પણ પૂજાય છે. બ્રહ્મચર્યના પ્રભાવથી માનવ લાંબા આયુષ્યવાળા, સુંદર આકૃતિવાળા, મજબૂત બાંધાવાળા, પુન્ય પ્રતાપવાળા અને મહાવીર્ય-પરાક્રમવાળા થાય છે, એમ સમજી સુજ્ઞ બંધુઓ અને બહેનોએ ઉત્તમ શીલ-અલંકાર ધારીને સ્વમાનવ દેહની સાર્થકતા કરી લેવા ચૂકવું નહિ. કિ બહુના ? એ ઉત્તમ ગુણના અભ્યાસથી તમે, તમારા સંતાન, કુટુંબ, જ્ઞાતિ અને સંઘ-સમાજ સહુ સુખી થઈ શકશે અને નિર્મળ જ્ઞાન શ્રદ્ધા સહિત શુદ્ધ કરણીવડે આજ્ઞા-ધારક બની પરમ શાન્તિ મેળવી શકશે.
ટૂંકાણમાં બ્રહ્મચર્યને મહિમા વર્ણવી ન શકાય એ અપરંપાર છે. મન, વચન, કાયાની પવિત્રતા રાખવી–એટલે આપણા વિચાર, વાણું અને આચાર શુદ્ધ ઊજળા રાખવા એનું નામ સુશીલતા.
ગૃહસ્થ પરસ્ત્રીને પિતાથી માતા, બહેન કે પુત્રી જેવી જ લેખવી જોઈએ, ને બહેનેએ પરપુરુષને પોતાનાં પિતા, બાંધવ