________________
[ ૧૬૮ ]
શ્રી કપૂરવિજયજી કે પુત્ર જેવા જ લેખવા જોઈએ, મનથી વચનથી કે કાયાથી એ નિયમનું ઉલ્લંઘન થવું ન જ જોઈએ. જેનાં વિચાર પવિત્ર, જેનાં વચન પવિત્ર અને જેના આચાર પવિત્ર હોય તે આ લોકમાં પણ પુષ્કળ પ્રશંસા પામે છે અને પરલોકમાં પણ સુખી થાય છે. જેનાં વિચાર ખરાબ, જેનાં વચન ખરાબ અને જેના આચાર ખરાબ જ હોય છે તે પામર જીવો આ લેકમાં પણ પુષ્કળ નિંદાપાત્ર બને છે અને પરલોકમાં પણ નીચી ગતિ પામે છે.
ક્ષણભરના અસાર વિષયસુખને માટે નરકની અનંતી વેદના સહેવી પડશે. જરા આંખ મીંચીને વિચારી જુઓ કે તે કેમ સહી શકાશે? જુઓ ! એક એક ઈન્દ્રિયની પરવશતાથી પતંગોઆ, ભમરા, માછલાં, હાથીઓ અને હરણઆઓના કેવા બૂરા હાલ થાય છે ? તે પછી પાંચે ઈન્દ્રિયોને પરવશ પડી રહેનારા જીવોના કેવા ભૂંડા હાલ થાય તે વિચાર!
જે કઈ પરઆશાના દાસ બને છે તેમને દુનિયામાત્રના દાસ બનવું પડે છે, પરંતુ જે કઈ આશાને મારી કબજે કરી શકે છે તેનું દાસપણું આખી દુનિયા કરે છે. સાર એ છે કે-ઈન્દ્રિયેના ગુલામ થઈ રહેવું તે મહાઆપદાને જ માર્ગ છે અને ઇન્દ્રિયને કબજે કરી રાખવી તે પરમ સુખસંપદાનો માર્ગ છે. તે બેમાંથી તમને પસંદ પડે તે આદરો, પણ ભવિષ્યનો વિચાર જરૂર કરજે, જેથી પરિણામે શાચ ન કરવો પડે અને સુખસંપદા સહેજે આવી મળે.
સહુને સુખ ગમે છે–વહાલું લાગે છે, પરંતુ સુખને માર્ગ સેવવાથી જ તે સુખ મળી શકે છે. દુઃખ કેને ગમે છે ? પણ દુઃખને માર્ગ ત્યજવાથી જ તે દુ:ખને અંત આવી શકે છે.