________________
લેખ સંગ્રહ
[ ૧૬૯ ] રાવણ જેવા રાજવી પણ અવળે રસ્તે ચડી જવાથી દુઃખી દુઃખી થઈ અસ્ત પામી ગયા, દુનિયામાં બહુ ફીટકાર પામ્યા અને છેવટે નરકે ગયા, તે ભૂલી નહિ જતાં સહુએ ચેતતા રહેવું જોઈએ.
ખરા શીલના પ્રભાવથી સુદર્શન શેઠની શૂળી ભાંગીને સોનાનું સિંહાસન થઈ ગયું, દેવતાઓએ સુગંધી ફૂલેની વૃષ્ટિ કરી, રાજાએ બહુ સત્કાર કર્યો, દુનિયામાં ભારે યશવાદ છે અને છેવટે શુદ્ધ ચારિત્રના પાલનવડે પિતે શાશ્વત સુખ પામ્યા. તેમ સહ ઉત્તમ સ્ત્રીપુરુષ સદા ય સુશીલતા સેવીને પરમ સુખી થવા યત્ન કરો.
ઈતિશમ. [ જે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૩૫૯ ]
જીવદયાના સંબંધમાં અગત્યને ખુલાસે.
જીવદયાને પ્રચાર કરવાના કામમાં બને તેટલી કુશળતાનિપુણતા વાપરવા નિમિત્તે પ્રથમ પ્રસંગે પાત સંક્ષેપથી હેતુસર અનેક વાર જણાવવામાં આવેલું છે, પરંતુ તેમાં અમારો આશય જોઈએ એ સ્પષ્ટ થઈ શક્ય ન હોય તે તે બાબત ભવ્યજનેના મનમાં ગેરસમજુતી થતી અટકાવવા અમારે અત્ર ખુલાસો કરે જ જોઈએ, એમ સમજી સ્વપરહિતબુદ્ધિથી આ ખુલાસો કરવામાં આવે છે.
જેઓનું હૃદય દયાથી ભીનું હોય, કેમળ–કરુણાળુ હોય તે જ દુ:ખી થતાં-રીબાતાં અને કસાઈના હાથે નિર્દયપણે કપાતા પ્રાણીઓની દયા–અનુકંપા કરી શકે. જ્યાં સુધી આવી દયા-અનુકંપા આપણને વહાલી લાગે છે ત્યાં સુધી જ આપણે