________________
[ ૧૭૦ ]
શ્રી કપૂરવિજયજી પવિત્ર ધર્મને લાયક હોઈ જીવદયાપ્રતિપાલક લેખાઈ શકીએ છીએ. આવી જીવદયા આપણે સદા ય સેવવાની અને પવિત્ર પર્વો પ્રસંગે તેને વધારે સેવવામાં આવે તેમ તે અધિકાધિક લાભદાયક થાય છે, એમ સમજી આપણા દયાળુ ભાઈઓ તથા બહેનો પર્યુષણાદિક પર્વ પ્રસંગે અનેક દુઃખી જીને દુઃખમાંથી મુક્ત કરવા તેમને અભયદાન દેવા ઘણા પ્રયત્ન કરે છે અને એમ કરી અનેક દુ:ખી જોને આશ્વાસન અને અભયદાન આપી શકે છે. આ પ્રવાહને રોકવા અમે ઈચ્છતા જ નથી, પરંતુ તે અધિક ડહાપણ સાથે જોશથી ઘટતી દિશામાં ઘટે તેમ કરવા અમારા દયાળુ બંધુ અને બહેનોનું કંઈક લક્ષ ખેંચવા વખતોવખત બે બોલ કહી વિરમીએ છીએ.
નિર્દય સ્વભાવના હલકી વૃત્તિવાળા નચ લેકે કઈક વખત નિરપરાધી પશુ-પંખીઓને ઘાતકી રીતે પકડી પાડી, દયાળુ લેકેની દયાની લાગણી ઉશ્કેરાય તેમ તેમની નજર આગળ રાખી, પૈસા આપી તેમને છોડાવવાનું કહેતા હોય છે અને તે
દુઃખમાં રબાતાં દેખી પુષ્કળ પૈસા આપી દયાળુ લોકો તેમને છોડાવે પણ છે. આવા અનેક દુઃખોથી પશુ-પંખીઓને સર્વથા દુઃખમુક્ત કરવા માટે કોઈ પૈસા આપી છેડાવે ત્યારે બીજે કોઈ સહૃદય કાયદા જાણનાર હોય તો તે તેવા નિર્દય કામ કરનારને મુદ્દામાલ સાથે પોલિસ સન્મુખ હાજર કરાવી ફરી બીજી વાર તેવું દૂર કામ કદાપિ ન કરે એવી શિક્ષા તેને અપાવે કે જેથી ભવિષ્યમાં અનેક જીના પ્રાણ બચે.
વળી કઈ એક ખાટક(કસાઈ)ને પૈસા આપી બને તેટલા જાનવર છોડાવે ત્યારે બીજે કઈ પરમાર્થદશી હોય