________________
લેખ સંગ્રહ
[૩૩] ૨ તત્ત્વજ્ઞ–સ્વબુદ્ધિબળથી સારાસાર, સત્યાસત્ય, હિતાહિત, કૃત્યાકૃત્ય, યાવત્ ગુણદોષની પરીક્ષાપૂર્વક જે સાર, સત્ય, હિત કૃત્યને યથાર્થ સમજી આદરી શકે છે અને તેથી વિપરીતને મુંઝાયા વગર તજી શકે છે તે પૂન્યને પ્રાપ્ત કરેલ સ્વબુદ્ધિબળને સાર્થક કરનારા મહાપુરુષ કહેવાય છે. - ૩ સત્ત્વવંત--જે સ્વાશ્રયી એટલે સ્વપુરુષાર્થને સઉપ
ગ કરનાર, કદાપિ તેને દુરુપયોગ નહિ કરનાર, ધાર્યું કામ કરવાની હિંમત ધરાવનાર અને આદરેલા કાર્યને અંત સુધી નિર્વાહ કરનાર હોય છે તે મહાપુરુષની કોટિમાં આવે છે.
૪ પવિત્ર આશય–જેના અધ્યવસાય-પરિણામ બહુ સારા નિર્મળ વર્તે છે એવા શુદ્ધ આશય–અધ્યવસાયવંત જનો મહાપુરુષની ગણનામાં વસે છે.
પ સર્વ સહિત –જે સર્વ કોઈ પ્રાણીવર્ગનું હિત– શ્રેય થાય તેમ નથી, વચનથી તેમજ કાયાથી કરવા સદા સર્વદા સાવધાન રહે છે તે મહાપુરુષ છે.
૬ સત્યવંત-જે પ્રિય, હિત અને પથ્ય એવું સત્ય વચન વદે છે, એથી ઊલટું વચન કદાપિ વદતા નથી; સત્યની ખાતર જે પ્રાણ આપે છે પણ સત્યની ટેક છોડતા નથી, એવા ખરા ટેકીલા સમર્થ સત્યશાળી સજજને મહાપુરુષની ગણનામાં ગણાય છે.
૭ નિર્મળ ગુણ–શ્રેષ્ઠ ક્ષમા, નમ્રતા, સરલતા, સંતોષ, તપ, સંયમ, સત્ય પ્રમાણિકતા, નિ:સ્પૃહતા અને બ્રહ્મચર્ય પ્રમુખ સદ્ગુણધારી જ મહાપુરુષ હોય છે.