________________
[ ૨૬૨ ]
શ્રી કપૂરવિજયજી
૬ મંદવાડ એ શારીરિક ગુન્હા નથી, પણ માનસિક ગુન્હા છે.
૭ દરેક જણ પોતપાતાના ધર્મના વિચારા ખરા અંત:કરણથી માનતા હોય-તે પ્રમાણે વર્તતા હોય, તો તે આખા જીવનમાં જેવું ઇચ્છે છે તેવુ જ મૃત્યુ પછી પામશે.
૮ સત્ય ધર્મ સર્વને માટે છે. સત્ય ધર્મ આપણને મુક્ત કરવા માટે છે, નિહ કે મધન કરવાને કે અંધ બનાવવાને. ધર્મના ઉદ્દેશ આપણને એના ગુલામ બનાવવાના નથી, પણ સ્વતંત્ર રીતે જગતમાં રાજ્ય ભાગવવાના છે.
૯ પ્રકૃતિના નિયમા મનુષ્યને પોતાના આત્મા એળખવા માટે આગળ ને આગળ જ ધકેલે છે.
,,
૧૦ “સ’સારે સરસા રહે, ને મન મારી પાસ, ” અથવા “ વ્યવહારે વ્યવહારશ', નિશ્ચયમે થિરથ’ભ, ’
એ વચના આત્માની જાગ્રતદશાના ખેાધક છે.
૧૧ પેાતાની દૃઢ માન્યતા અને શ્રદ્ધા માટે શરીરના ભાગ આપવા કરતાં તેને ખાતર જીવવું, એ જ કેટલીક વખત વધારે કઠણ હાય છે; માટે દરેક વાતની તેના પેાતાના જ ગુણદોષ પ્રમાણે કિંમત કરવી ઘટે છે.
૧૨ પરાણે કાઇના પ્રેમ માગતાં, ભિખારી માફ્ક કોઇ વસ્તુની ઇચ્છા કરતાં તે તમારાથી દૂરને દૂર જ નાસશે. તેની સ્પૃહા તજવાથી જ તે વસ્તુ આગે ને આગે આવીને ખડી થશેરહેશે. કહ્યું છે કે- માગે તેથી આઘે ( ને ) ત્યાગે તેની આગે, ” એ એ જ અર્થસૂચક છે.
66