________________
લેખ સંગ્રહ
[ પ ]
અને પરના અલ્પમાત્ર ગુણને પર્વત જેવા મહાન લેખી પેાતાના હૃદયમાં પ્રમુદિત થતા એવા કેટલાક સજ્જના જગતીતળ ઉપર અવતરેલાં હેાય છે. સજ્જનાની એવી ઉત્તમ નીતિ-રીતિ હાય છે કે તેઓ પારકા ( છતા–અછતા ) દાષા લેશમાત્ર ખેલતા નથી અને પાતામાં ગમે તેવા સદ્ગુણૢાવતા હોય તેમ છતાં તે પ્રગટ કરતાં નથી, તેઓ પરસ્ત્રીને માતાતુલ્ય, પરધનને પત્થરતુલ્ય અને સર્વ જીવને આત્મતુલ્ય લેખે છે. તે સ્વપરને સુખદાયી એવી અમૃત વાણી વદે છે અને સ્વાચિત વ્યાપાર વણજમાં નેક નિષ્ઠાથી વર્તે છે. તેઓ જે કાંઇ શુભ પ્રતિજ્ઞા કરે છે તે સુખે નિર્વહી શકાય એવુ ડહાપણ વાપરીને કરે છે અને તેને પ્રાણાન્ત પર્યન્ત નિર્વાહ કરી ચૂકે છે. તે પરની દાક્ષિણ્યતા માત્રથી નહિ પણ સ્વાત્મપ્રેરણાથી જ પરહિત કરવા પ્રવર્તે છે અને પરહિતને સ્વહિત તુલ્ય લેખે છે.
ક્રોધાદિક કષાયના કારણેાને તેઓ દક્ષતાથી સમતાદિક સાધનાવડે દૂર કરે છે. કલેશ-ટટા પ્રીસાદથી તે બહુ જ કાયર ડાય છે. નાહક કેાઈ જીવને કષ્ટ દુ:ખ થાય એવું પાતે કરવા કે કરાવવા કદાપિ પ્રવર્તતા નથી. ટૂંકાણમાં સ્વપર આત્માને મલિન કરનારાં કારણેા-પાપસ્થાનકાથી પાતે દૂર રહેવા બનતા પ્રયત્ન કરે છે. અનુકંપા બુદ્ધિથી અન્ય જીવા બધી રીતે સુખી થાય તેવા પ્રયાસ સેવે છે અને ગમે તેવા દુર્જન ઉપર પણ દ્વેષબુદ્ધિ વૈરભાવ નહિ લાવતાં તેમને તેના કર્મવશવતી વિચારી પેાતે સમભાવે રહે છે. પરહિત કરતાં પ્રભુપકાર( બદલા )ની ઇચ્છા-પૃહા રાખતા નથી. સંક્ષેપથી આવા વિકટ પણ એકાન્ત હિતકારી માર્ગ સજ્જનેાના છે. તેવી દુર નીતિ-રીતિ સેવનાર