________________
[૬]
શ્રી કરવિજયજી સજનની બલિહારી છે. તેમના વિહિત માર્ગમાં સહાય (સરલતા) કરનારની તેમજ તેની અનુમોદના કરનારની પણ બલિહારી છે. છેવટે તેમના માર્ગમાં નિંદાદિક કરવાવડે અથવા બીજી રીતે અવરોધ-અંતરાય (વિદન) ઊભા નહિ કરતાં સમભાવે રહેનારની પણ બલિહારી છે, કેમકે આવા દુર્ધર વ્રતધારી સજના માર્ગમાં અવરોધ (વિદન) કરનારને ઘણું સંસાર પરિભ્રમણ કરવું પડે છે, તેમ છતાં તેના દુઃખને અંત આવતા નથી.
સજજનથી બધી રીતે વિપરીત સ્વભાવ-(નીતિ-રીતિ) દુર્જનનો હોય છે. અનુભવ ઉપરથી સ્પષ્ટ રીતે શાસ્ત્રકારે જણાવ્યું છે કે– લૂણહ ધૂણહ કુમાણુસહ, એ તિત્રિ ઈક્ક સહાઉ (ઓ); જિહાં જિહાં કરે નિવાસડે, તિહાં તિહાં ફેડે ઠાઉ (ઓ).
અર્થાત-લૂણ, પૂણ, અને કુમાણસ-દુર્જન એ ત્રણને સ્વભાવ એક સરખો હોય છે. તેઓ જે જે ઠેકાણે નિવાસ કરે છે તે તે સ્થાનનો જ નાશ કરે છે. તેઓ પારકું સારું સહન કરી શકતા જ નથી તેને લઈને જેમ બને તેમ પરનું બગાડવા જ ઈચ્છે છે. નારદની પેઠે કલેશ-કંકાસ તેમને અતિ પ્રિય લાગે છે. પરનિંદા કરવા તેમજ બીજા ઉપર અછતાં આળ ચઢાવવાનો તેમને જાતિસ્વભાવ જ હોય છે. પરને પીડા ઉપજાવીને અથવા પીડા ઉપજતી દેખીને તે રાજી થાય છે. ગુણ પાત્રને અનાદર કરી કેવળ દોષપાત્રને તે ગ્રહણ કરે છે. અર્થાત્ દૂધમાંથી પણ પોરા કાઢવાનો તેમનો સ્વભાવ હોય છે. આવી નિંદ્ય દર્જનતા દરેક ભવ્ય જીવે અવશ્ય પરિહરવા યોગ્ય છે. દુર્જનતાથી
૧ ધૂણ—લાકડાની છાલમાં થાય છે ને તેને જ કરે છે.