________________
[ ૨૮૦ ]
શ્રી કપૂરવિજયજી सत्यं जीवेषु दया, दानं लजा जितेन्द्रियत्वं च । गुरुभक्ति: श्रुतममलं, विनयो नृणामलंकाराः ॥ ४ ॥
વ્યાખ્યા–સત્ય (હિત-મિત પ્રિય ભાષણ), સર્વ પ્રાણીવર્ગ પ્રત્યે દયાભાવ, ઉદાર દિલથી યથા પાત્રને યથાચિત દેવું, લજામર્યાદા, ઈન્દ્રિો ઉપર નિગ્રહ, સન્માર્ગબેધક ગુરુ પ્રત્યે શુદ્ધપ્રેમયુક્ત વાત્સલ્ય, નિર્મળ (શંકા રહિત) જ્ઞાન અને સદ્ગણીને યથાચિત વિનય કર, એ મનુષ્યનાં ખરાં આભૂષણ છે.
આવાં સૂત વચને-સુભાષિત વચને ભવ્યાત્મા એના ધર્મોત્સાહની અભિવૃદ્ધિ અર્થે થાએ? ઈતિશ.
[ જે. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૬૨ ]
યાત્રિક બંધુઓ અને બહેનેને નિસ્વાર્થભાવે નમ્ર
નિવેદન રૂપે અતિ અગત્યની સૂચનાઓ ભવસાગર તરવા માટે જ ભવ્ય જનેએ તીર્થસેવન કરવાનું છે. તેમાં શત્રુંજય, ગિરનાર પ્રમુખ સ્થાવરતીર્થ છે અને ઉત્તમ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ તે જંગમતીર્થરૂપ છે. તેની સેવા-ભક્તિ યથાવિધિ કરવાથી જરૂર કલ્યાણ થાય છે.
શરીરશુદ્ધિ, વસ્ત્રશુદ્ધિ, મનશુદ્ધિ, ભૂમિકાશુદ્ધિ, ઉપગરણશુદ્ધિ, દ્રવ્યશુદ્ધિ અને વિધિશુદ્ધિએ સાત પ્રકારની શુદ્ધિ સહુએ યથાયોગ્ય સાચવીને અતિ આદરપૂર્વક દેવ, ગુરુ તેમજ તીર્થની સેવાભક્તિ કરવાની છે.