________________
જનતામાં નીકળી આવે છે અને નીકળી આવે છે ત્યારે પૂર્વકાળમાં આનંદઘનજી કે કપૂરચંદજી( ચિદાનંદજી)ની સાચી યાદ આપે છે. જેમણે આખા જીવનમાં એક પણ શત્રુ કર્યો ન હોય, જેમણે નાના બાળકને પણ હલકે નામે બોલાવ્યો ન હોય, જેમણે એક વસ્તુ લેતાં કે મુકતાં જીવહિંસા આડકતરી રીતે પણ ન થઈ જાય તેનું ધ્યાન રાખેલું હોય, જેમણે હલકા માણસને કે પાપાચરણ કરનારને પણ શુદ્ધ સરળ રીતે સુમાગ પર લાવવાના ભવ્ય પ્રયત્નો ઉચિત શબ્દોદ્વારા કર્યા હોય, જેણે આત્મવિકાસને પંથે મહાપ્રયાણ આખા જન્મમાં એકધારાએ કર્યું હોય એવા વિશિષ્ટ ચગીની અમૃતધારા લેખિનીદ્વારા રહી ગઈ એ આપણા આનંદનો વિષય છે. એ વિશિષ્ટ જીવનના ઉચ્ચ પ્રવાહને ચિરસ્થાયી કરવા એ આપણું કર્તવ્ય છે, આપણે હા છે, આપણા જીવનની ધન્ય પળ છે.
જ્યાં હદયમાંથી ઉદ્દગારો નીકળ્યા હોય ત્યાં બાહ્ય સાહિત્યદૃષ્ટિ ઘણી વાર ખલના પામે છે. સાહિત્યદષ્ટિમાં કેટલીક વાર વચનની કે કવનની વિશિષ્ટતાને બદલે ભાષાડબર કે શબ્દરચનાને પ્રાધાન્ય મળે છે, પણ જ્યાં હૃદય હૃદયને ઉદ્દેશીને વાત કરતું હોય, આત્મા આત્માને ઉદ્દેશીને વ્યવહારના ઉચ્ચ માર્ગો બતાવતા હોય, ત્યાં સાહિત્યની ધૂળદાષ્ટિ પણ નમન કરે છે, વંદન કરે છે અને પિતાની બાહ્ય વિશિષ્ટતા કે વિચારણને ઘડીભર વિસરી જઈ અનનુભૂત શાંતિ અનુભવે છે. આ દષ્ટિએ પૂજ્યપાદ સન્મિત્ર સગુણાનુરાગીના લેખો અનુભવવા-જવવા ગ્ય છે.
મહાત્મા ગાંધીજીએ ગુજરાતી સાહિત્યમાં જે મોટો ફેરફાર કરી નાખ્યો છે તેમાં વિશિષ્ટતા વિચારસ્પષ્ટતાની છે. એમણે વાણીવિલાસ કે ભાષાપટુતા છોડી દીધા, એમણે ચાર ચોપડી ભણનાર પણ એમનું ગુજરાતી સમજી શકે એવી ભાષા શરૂ કરી, એમણે આકરા સંસ્કૃત શબ્દો અને પ્રયોગોને તિલાંજલિ આપી, એમણે આડંબરી કે અઘરી ભાષા છોડાવી આખા ગુજરાતી સાહિત્યમાં નવો યુગ આરંભે. આ નવયુગમાં જે નવ સાહિત્યરચના થઈ અને સાદી ભાષામાં પ્રૌઢ વિચારો સરળ રીતે મૂકવાની નવી પ્રણાલિકા ચાલુ થઈ તે વર્ગમાં યોગી