________________
[૨૨૬]
શ્રી કપૂરવિજયજી નેતાજન(સુસાધુએ તેમજ સુશ્રાવકો)ની એ ખાસ જવાબદારીવાળી ફરજ છે કે મુગ્ધ–અજ્ઞાન જીવને તેમના ખરા કર્તવ્યનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અનુસારે યથાર્થ ભાન કરાવી સન્માર્ગે વાળવા. આના જેવું પવિત્ર પરોપકારક કાર્ય બીજું શું છે? જો કે આ વાત તેવા સભાગી વિદ્વાન સાધુ કે ગૃહસ્થ જનને બહુધા જ્ઞાત જ હોય છે, પરંતુ જોઈએ એવી નૈતિક હિંમતના અભાવે અથવા સમાજના દુર્ભાગ્યે તેઓ પૂરતી ધીરજ અને ખંતથી પ્રસ્તુત કાર્ય કરતા જણાતા નથી. શાસનપ્રેમી સહૃદય સુસાધુ અને ગૃહસ્થ નેતાઓને તેમ કરવું છાજે નહિં. આપણ સહને સ્વકર્તવ્ય યથાર્થ જાણવા અને આદરવા સદબુદ્ધિ જાગો.
ઈતિશમ. [ જે. ૫. પ્ર. પુ. ૩૭, પૃ. ૧૧. ]
આપણાં દુઃખ શી રીતે ટળે? આપણી છતી ભૂલ નહિ સુધારવાથી જ આપણે દુઃખી થઈએ છીએ, એમ સમજી આપણી ભૂલ સુધારવા આપણે તાત્કાલિક પ્રયત્ન કરવો જોઈએ.”
૧ “ જેનધર્મ વિનયમૂળ કહ્યો છે. તેમ છતાં તેના અનુયાયી વર્ગ સાધુ, સારી, શ્રાવક, શ્રાવિકાઓમાં ખરો વિનય બહુ ઓછો જણાય છે. નાના મોટાની મર્યાદા તૂટતી જાય છે અને છાચાર વધતો જાય છે. જુદા જુદા વાડા અને તડે પડતા જાય છે, તેથી ગમે તેવા હીનાચારીએ ફાવી જાય છે. આચારશુદ્ધિ બહુ ઓછી દેખાય છે અને આચારભ્રષ્ટતાનું જોર વધતું જાય છે.