________________
[ ૨૮૮ ]
શ્રી કરવિજયજી ૪ પિતાની સ્થિતિ–અનુકૂળતાને અનુસરી જે વ્યવસાય (ધંધો-રોજગાર) કરવો પડે તે પ્રમાણિકપણાથી જ કરવા દૃઢ પ્રતિજ્ઞાવંત થવું અને તેમ કરતાં જે દ્રવ્ય-લાભ મળે તેના ચાર વિભાગ કરવા.
પહેલો કોશ (ભંડાર) માટે, બીજે ધર્મકાર્ય માટે, ત્રીજો ભેગ નિમિત્તે અને જે કુટુંબના પિષણમાં વાપરવા માટે.
પ જે ઉપાયવડે આશ્રવરોધ થાય-એટલે કર્મબંધ થતું અટકે તે તે ઉપાય સંવરાથીએ સેવવા. ક્ષમા, મૃદુતા (વિનય-નમ્રતા), સરલતા અને સંતોષવડે ક્રોધાદિક કષાયનો રોધ કરે, મન, વચન અને કાયમુસિવડે ભેગને નિગ્રહ કરે; અપ્રમાદા પુરુષાર્થ સેવન )વડે પ્રમાદને પરિહાર કરો. વિરતિ(વ્રત-પચ્ચખાણ)વડે અવિરતિને ત્યાગ, સમ્ય કુત્વવડે મિથ્યાત્વનો ત્યાગ, ચિત્તની સ્થિરતાવડે ચપળતાનો ત્યાગ અને શુભ ધ્યાનવડે, આર્તા રેદ્ર ધ્યાનનો ત્યાગ જરૂર કરે.
ઈતિશમ. [ જે. ધ. પ્ર. પુ. ૩૨, પૃ. ૩૮૨. ]