SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ [ ૮૭ ] ૨૭ જેમ મોર મેઘને દેખી, ચકોર ચંદ્રને દેખી અને સતી નિજ પતિને દેખી રાજી–આનંદિત થાય છે, તેમ ભક્તિરસિક અને શુદ્ધ-શ્રદ્ધાનંત ભવ્યજને પણ શુદ્ધ દેવ, ગુરુ અને સાધર્મિક જનોને નિરખી આનંદિત થાય છે-નિજનેત્રયુગલને સફળ-સાર્થક માને છે. ઈતિશમ. [ જે. ધ. પ્ર. પુ. ૩૨, પૃ. ૩૭૧. ] આત્માથી જનોએ લક્ષમાં લેવા યોગ્ય કેટલાંએક હિતવચનો ૧ જ્યાં ગુણીજનેને નિવાસ હોય, સત્ય-પ્રમાણિક વ્યવહાર ચાલતો હોય, પવિત્રતા સચવાતી હોય અને પ્રતિષ્ઠા વધતી હોય, તેમ જ અનેક અપૂર્વ ગુણોને લાભ મળતો હોય એવા શુભ સ્થાનમાં જ બુદ્ધિશાળી જનોએ પિતાનો વાસ કરે–ત્યાં જ વસવું. ૨ જન્મ-મરણાદિ સૂતક પ્રસંગે તથા ગ્રહણ સમયે, અનેક અવાધ્યાય સમયે અને તેવા જ અસ્વાધ્યાયવાળા સ્થળે ભણવું નહિ. (વિવેકવિલાસ ૮–૧૨૫) ૩ શાસ્ત્ર અનુરાગ (પ્રેમ), આરોગ્ય, વિનય, ઉદ્યમ અને બુદ્ધિબળ એ પાંચ જ્ઞાન અભ્યાસનાં અંતરંગ કારણ જાણવાં, તેમ જ સહાધ્યાયી (સાથે અભ્યાસ કરનાર), ભેજન, વસ્ત્ર, ભણાવનાર ગુરુ, તથા જોઈતાં પુસ્તકોનો વેગ એ પાંચ અભ્યાસના બાહ્ય કારણે જાણવાં.
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy