________________
[ ૨૩૬ ]
શ્રી કપૂરવિજયજી
રાગદ્વેષાદિક પરિણામને પામે છે. જો સાથે લાગેલા ફૂલને યુક્તિથી દૂર કરી લેવામાં આવે તેા સ્ફટિક રત્ન જેવું ને તેવુ જ ઉજ્જવળ જણાઇ આવે છે, તેમ રાગદ્વેષના પરિણામને ઉત્પન્ન કરનારાં બાધક ધર્મને જો દૂર કરી લેવામાં આવે તે આપણા આત્મા પણ સ્ફટિક રત્ન જેવી નિર્મળતા-નિષ્કષાયતાને ધારણ કરે છે, તેથી આપણે આપણી ઉન્નતિમાં ખાધકરૂપ રાગદ્વેષને ઉત્પન્ન કરી વધારનારાં કર્મ કરતાં વિરમવુ જોઇએ.
વ્હાલાના બ્યાગ થતાં અનિત્યાદિક ભાવના ભાવવાને બદલે સ્વાર્થી ધપણે જે ખેદ, અતિ કે શેાકવશ થઇ જઈ અશુભ કર્મ બાંધવામાં આવે છે તે બીજરૂપ કર્મથી અનેક જન્મમરણુરૂપ અનંત દુ:ખની પરંપરા આપણને આવીને ભેટે છે; તેથી તેવે પ્રસંગે જ્ઞાનનજરથી નિહાળી વર્તવામાં આવે તા એ બધાં વૃદ્ધિ પામતાં દુ:ખથી આપણે બચી શકીએ.
સુખ-દુ:ખમાં અજ્ઞાની જીવની પેઠે શ્વાનવૃત્તિ નહિ ધરતાં સિંહવૃતિ જ ધારવી યોગ્ય છે. સ્વહૃદયમાં વિવેકકળાને જગાવી તે વડે હિતાહિત, ગુણદોષ, કર્તવ્યાક બ્યની વહેંચણી કરી લેવી જોઇએ. ગુણવિભાગને ગ્રહણ કરીને દોષિવભાગની ઉપેક્ષા કરવી જોઇએ, હિતમાર્ગના અનાદર કરી અહિત માર્ગના આદર કરવાથી તેા કેવળ હાનિ જ થવાની, વ્હાલાનું અવસાન ( ભવિષ્ય ) સુધરે એવી કાળજી ખરી અણીને વખતે રાખવી એ જ ખરું જોતાં આપણું કર્તવ્ય હોવું જોઇએ. વળી આપણા વહાલે દઢધી થઇ, ધર્મને આરાધી સતિ પામે તે તેથી આપણે સહુએ રાજી ખુશી થવું જોઇએ અને આપણે પણ તેની પેઠે દઢધી અને પ્રિયધમી થવા પ્રયત્ન