________________
[૪૮ ]
શ્રી કપૂરવિજયજી ૧૫ જે જ્ઞાન અને શ્રદ્ધાનવડે આત્માના અનાદિ રાગાદિ દોષ દૂર થવા પામે અને નિર્મળ ચારિત્રને પ્રકાશ થાય તે જ જ્ઞાન અને દર્શન સફળ સમજવા. જ્ઞાનવડે તત્વની પિછાન થાય અને શ્રદ્ધાનવડે તે તત્ત્વનો નિશ્ચય થાય તે પછી તત્વને આદર કરે એ જ એનું ફળ સમજવું.
[ જે. ધ. પ્ર. પુ. ૩૧, પૃ. ૧૪૨ ]
સપુરુષનાં શુભ લક્ષણ
ઉત્તમ માનવેનાં રૂડાં લક્ષણ” જે નિત્યે ગુણવૃંદ લે પરતણું, દેશે ન જે દાખવે, જે વિશ્વ ઉપકારીને ઉપકરે, વાણુ સુધા જે લ; પૂરા પુનમચંદ જેમ સુગુણું. જે ધીર મેર સમા, ઊંડા જે ગંભીર સાયર જિયા, તે માનવા ઉત્તમ.
ભાવાર્થ–જે ગુણાનુરાગી થઈ પરના ગુણ ગ્રહણ કરે છે અને દોષની ઉપેક્ષા કરે છે, જે કૃતજ્ઞ હાઈ ઉપકારીને ઉપકાર કરવા ભૂલતા નથી અને અમૃત જેવી મીઠી વાણી વદે છે, જે પૂર્ણિમાના ચન્દ્ર જેવા પૂર્ણ શીતળ સગુણ હોય છે, મેરુપર્વત જેવા ધીર-નિશ્ચળ વૃત્તિના હોય છે, અને સાગર જેવા ગંભીર પટના હેય છે તે મનુષ્ય ઉત્તમ પંક્તિના સમજવા. વળી રૂપસૌભાગ્યસંપન્ન, સત્વબળ-પરાક્રમાદિ ગુણે કરી શોભિત એવા વીર પુરુષ જગતમાં વિરલા જ હોય છે